ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Trade Union: સંયુક્ત ટ્રેડ યુનિયન હડતાળ પર, આશાવર્કર બહેનોનો પણ વેતન મુદ્દે આકરો રોષ - ખોટા સર્વે

ભાવનગર શહેર (Ghoghagate Chowk in Bhavnagar)સહિત સમગ્ર દેશમાં સંયુક્ત ટ્રેડ યુનિયનો હડતાળ પર ઉતરી ગયા છે. ટ્રેડ યુનિયનોએ ઘોઘાગેટ ચોકમાં વિરોધ દર્શાવ્યો હતો. તો આશાવર્કર બહેનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. યુનિયનો શું કહી રહ્યાં છે જાણો.

Bhavnagar Trade Union: સંયુક્ત ટ્રેડ યુનિયનનો હડતાળ પર તેમજ આશાવર્કર બહેનોએ વેતનની બાબતે આકારો રોષ વ્યકત કર્યો
Bhavnagar Trade Union: સંયુક્ત ટ્રેડ યુનિયનનો હડતાળ પર તેમજ આશાવર્કર બહેનોએ વેતનની બાબતે આકારો રોષ વ્યકત કર્યો

By

Published : Mar 28, 2022, 5:43 PM IST

ભાવનગર: શહેરના ઘોઘાગેટ ચોકમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે દરેક ટ્રેડ યુનિયનોમાં વિરોધ ઉભો થયો(Protests in trade unions) હતો. સંયુક્ત ટ્રેડ યુનિયન મેદાનમાં ઉતર્યું હતું. આશાવર્કર બહેનોએ તો વેતન મુદ્દે આકરો રોષ વ્યકત કરી આક્ષેપો કર્યા હતાં. યુનિયનો શુ કહી રહ્યાં અને આશાવર્કર બહેનોની વ્યથા શું છે તે પણ જાણીએ.

આશાવર્કર બહેનોની લઘુતમ વેતનની માંગ અને કાયમી કર્મચારી બનાવવાની માંગ છે. આ બધી માંગ પુરી કરવામાં નહિ આવે તો અમારું આંદોલન અલગ રૂપ ધારણ કરશે.

એક સ્થળ પર સંયુક્ત ટ્રેડ યુનિયનોનો વિરોધ નોંધાયો - ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક નજીક ગંગાજળિયા તળાવની પાળ પર ટ્રેડ યુનિયનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. બેન્ક યુનિયન(Bank Union) સહિતના ટ્રેડ યુનિયનોએ સૂત્રોચાર સાથે વિરોધ પ્રગટ કર્યો હતો. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(All India Trade Union) કોંગ્રેસના ભાવનગરના પ્રમુખ ફરીદા ઝકરિયાએ જણાવ્યું હતું કે દેશવ્યાપી અમારી હડતાળ 28 અને 29 છે. અમારી તમામ માંગો જો પુરી કરવામાં નહીંં આવે તો અમારૂ આંદોલન અલગ જ રૂપ ધારણ કરશે. મજૂરોની જે માંગો છે તે પુરી કરવામાં આવે. આશાવર્કર બહેનોની લઘુતમ વેતનની માંગ(Demand for minimum wage) અને કાયમી કર્મચારી બનાવવાની માંગ(Demand for permanent employment) છે. આ બધી માંગ પુરી કરવામાં નહાં આવે તો અમારું આંદોલન અલગ રૂપ ધારણ કરશે.

ટ્રેડ યુનિયનોએ સુત્રોચાર સાથે વિરોધ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો:રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા સરકાર વિરૂદ્ધ હડતાલ, રેલીનું કર્યું આયોજન

આશા વર્કરોએ શું કહ્યું - હડતાળમાં ઘોઘાગેટ ચોકમાં વિરોધમાં આશા વર્કર યુનિયન પણ જોડાયું હતું. વિરોધમાં આવેલા આશા વર્કર બહેનોએ રોષ વ્યકત કર્યો હતો. આશાવર્કર કુંદનબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે અમારી પાસે ખોટા સર્વે(False survey) કરાવવામાં આવે છે. અમને વેતન મળતું નથી. મફતમાં પણ કામ કરવું પડે છે. કોરોનાકાળમાં કોઈ બહાર નોહતું નીકળતું ત્યારે અમારી પાસે કામ કરાવવામાં આવ્યું પણ અમને તેનું જોઈ એવું વેતન મળતું નથી.

ABOUT THE AUTHOR

...view details