ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના શિક્ષકને હરિયાણામાં મળ્યો વિશેષ એવોર્ડ - Award Ceremony at Hariyana

ભાવનગરના એક શિક્ષકને તેમની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ માટે રાજ્યનો નવાચારી એવોર્ડ એનાયત (Bhavnagar Teacher gets Navachari Award) કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ શિક્ષક વિશે અને શું છે તેમની વિશેષતા.

ગુજરાતના શિક્ષકને હરિયાણામાં મળ્યો વિશેષ એવોર્ડ
ગુજરાતના શિક્ષકને હરિયાણામાં મળ્યો વિશેષ એવોર્ડ

By

Published : May 28, 2022, 2:35 PM IST

ભાવનગરઃ એક શિક્ષક સમાજમાં અનેક પરિવર્તન લાવી શકે છે. શિક્ષક હોવું એ સારી બાબત સમાજમાં માનવામાં આવે છે પણ જ્યારે શિક્ષક ગુરુ બને, સમાજસેવક બને તો તેની સિદ્ધિઓ જરૂર આંખે વળગે છે. ભાવનગરના એક શિક્ષકે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ બદલ તેમને રાજ્યનો નવાચારી એવોર્ડ (Bhavnagar Teacher gets Navachari Award) આપવામાં આવ્યો છે.

ભાવનગરના શિક્ષકને એવોર્ડ મળ્યો

ભાવનગરના શિક્ષકને એવોર્ડ મળ્યો - શિક્ષક એટલે અનેક લોકોનો ગુરુ, હાં શિક્ષક એક ગુરુસમાન છે. ત્યારે ભાવનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓના ગુરુ રસિક વાઘેલાને સમગ્ર દેશનો નવાચારી શિક્ષક એવોર્ડ (Bhavnagar Teacher gets Navachari Award) આપવામાં આવ્યો છે. આ એવોર્ડ હરિયાણા ખાતે આપવામાં (Award Ceremony at Hariyana) આવ્યો હતો. જોઈએ રસિકભાઈની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ શું છે કે તેમને આ એવોર્ડ મળ્યો છે.

ગુજરાતના શિક્ષકને હરિયાણામાં એવોર્ડ એનાયત

આ પણ વાંચો-"નારી તું ન હારી" વાક્યને સાર્થક કરતી તાપીની મહિલાઓ, કે જે કરે છે આ કામ...

ગુજરાતના શિક્ષકને હરિયાણામાં એવોર્ડ એનાયત-ભાવનગર શહેરના શિક્ષક રસિકભાઈ ફરિયાદકાની સરકારી શાળામાં (Fariyadka Government School) ફરજ બજાવી રહ્યા છે. તેમને હરિયાણામાં કુરૂક્ષેત્રમાં ઓલ ઈન્ડિયા બાલરક્ષક પ્રતિષ્ઠાન આયોજિત એવોર્ડ (All India Child Protection Foundation Award in Kurukshetra) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 17 રાજ્યોના 150 શિક્ષકોને શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ માટે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતના 37 પૈકી 4 શિક્ષકો ભાવનગર જિલ્લાના હતા, જેમાં રસિકભાઈ વાઘેલાનો પણ સમાવેશ થાય છે. નવાચારી શિક્ષક એવોર્ડ આપવામાં (Bhavnagar Teacher gets Navachari Award) આવ્યા હતા.

ગુજરાતના શિક્ષકને હરિયાણામાં એવોર્ડ એનાયત

આ પણ વાંચો- આ બાળક છે કે રોબોટ? માત્ર 8 વર્ષની ઉંમરે આટલા બધા રેકોર્ડ..!

સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના કારણે શિક્ષકને એવોર્ડ મળ્યો

રસિકભાઈની શુ પ્રવૃતિઓ જે શ્રેષ્ઠ રહી -રસિકભાઈ ભાવનગરના ફરિયાદકા ગામમાં (Fariyadka Government School) સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રસિકભાઈ એક શ્રેષ્ઠ કલાકાર છે. તેઓ હૂબહૂ કોઈની પણ તસવીર બનાવી શકે છે. અત્યારે તેઓ પ્રમુખ સ્વામીનો પણ ફોટો બનાવી રહ્યા છે. આ સિવાય તેઓ 100 કરતા વધુ વખત રક્તદાન કરી ચુક્યા છે. રસિકભાઈએ કોરોના કાળમાં જાતે કપડાનાં માસ્ક બનાવીને વિતરણ કર્યું છે. તેઓ 25,000 કરતા વધુ માસ્ક જાતે બનાવીને વહેંચી ચૂક્યા છે. તેમની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના કારણે તેમને નવાચારી એવોર્ડ (Bhavnagar Teacher gets Navachari Award) એનાયત કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details