ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષણ વિભાગના આદેશ પછી પણ પ્રકાશનો અને ખાનગી શાળાઓની દાદાગીરી યથાવત્, આ રીતે થઈ રહી છે લૂંટ - ભાવનગરની શાળાઓમાં વિદ્યાર્થી

ભાવનગર નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રકાશનો અને ખાનગી શાળાઓ (School in Bhavnagar) સામે સ્ટેશનરી એસોસિયેશને સવાલ ઉભા કર્યા છે. પ્રકાશનો અને શાળાઓની સાંઠગાંઠ (Bhavnagar Stationery Association) હોવાના આક્ષેપ કરીને સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે. આખરે જિલ્લા સ્ટેશનરી એસોસિયેશનના સંચાલકે શુ કર્યા આક્ષેપ જાણો.

શિક્ષણ વિભાગના આદેશ પછી પણ પ્રકાશનો અને ખાનગી શાળાઓની દાદાગીરી યથાવત્, આ રીતે થઈ રહી છે લૂંટ
શિક્ષણ વિભાગના આદેશ પછી પણ પ્રકાશનો અને ખાનગી શાળાઓની દાદાગીરી યથાવત્, આ રીતે થઈ રહી છે લૂંટ

By

Published : Jun 16, 2022, 8:56 AM IST

ભાવનગર :ગુજરાતમાં શાળાઓનો પ્રારંભ થયો છે અને હવે પાઠપુસ્તકો માટે (School in Bhavnagar) પણ વાલીઓ મથામણ કરતા હોય છે, ત્યારે શાળાઓ દ્વારા ચોક્કસ પુસ્તકોનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. તેને લઈને જિલ્લા સ્ટેશનરી એસોસિયેશનના સંચાલકે (School Session 2022 23) પબ્લિકેશન અને શાળાઓ સામે ગંભીર આક્ષેપ કરી સરકારને અપીલ કરી છે.

ખાનગી શાળા અને પ્રકાશન સામે આક્ષેપ : જિલ્લા સ્ટેશનરી એસોસિયેશને કરી અપીલ

આ પણ વાંચો :સરકારી શાળામાં નિશુલ્ક યોગ શિબિરનું ભવ્ય આયોજન, આસપાસના લોકો મફત શીખી શકશે યો

શું કરાયા શાળા અને પ્રકાશનો સામે આક્ષેપ -ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં અસર કરતા (Bhavnagar Stationery Association) મુદ્દે સ્ટેશનરી એસોસિયેશનના સંચાલકે આક્ષેપ કર્યો છે. આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે ચોક્કસ પ્રકાશનોની નવનીત અને સ્વાધ્યાયપોથીઓ મંગાવા આવે છે. શાળાઓને પ્રકાશનો દ્વારા કમિશનો આપીને વિદ્યાર્થીઓને ખરીદી કરવા ફરજ પાડવામાં આવે છે. સરકારે હાલમાં પાઠ્યપુસ્તકો અને ડ્રેસ માટે વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી ખરીદી કરવા દબાણ નહિ કરી શકે તેવા શિક્ષણ વિભાગના નિર્ણય બાદ આ માંગ પણ ઉઠી રહી છે.

આ પણ વાંચો :નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો

સરકાર પર સીધા સવાલ -આમ જોઈએ તો ધોરણ 5 પછી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (Students in Bhavnagar school) નવનીતનો ઉપયોગ કરવા કહેવામાં આવે છે. નવનીત એવું પુસ્તક છે જેમાં સવાલોના જવાબ હોવાથી વિદ્યાર્થીઓને સરળતા રહે છે. શાળામાં શિક્ષકો મારફત વિદ્યાર્થીને નવનીત લેવા ફરજ પાડે છે તેવા શાળા સંચાલકો કહેતા હોવાનો આક્ષેપ જિલ્લા સ્ટેશનરી એસોસિયેશનના સંચાલક કાળુ જાબુંચાએ કર્યો છે. શિક્ષણ જગતમાં પાઠ્યપુસ્તક અને ડ્રેસ માટે દબાણ ના કરી શકાય તેવો એક નિર્ણય કરતા શિક્ષણ વિભાગ સામે આ બીજો પ્રશ્ન આવ્યો છે. કાળુ જાબુંચાએ સરકારને અપીલ કરી છે કે મોટા ભાગની શાળાઓમાં સ્વાધ્યાયપોથી અને નવનીતનો આગ્રહ રાખી વાલીને આર્થિક ભારણ વધારાય છે. શુ આ પુસ્તકો ફરજીયાત છે ખરા ? આ સવાલ પણ જરૂર ઉભો થાય છે.

ABOUT THE AUTHOR

...view details