- શેત્રુંજી ડેમ 12 સપ્ટેમ્બરથી અવિરત ઓવરફ્લો 29 તારીખ સુધી રહ્યો
- રાત્રી દરમિયાન પાણીની આવક વધતા 30 દરવાજા બાદમાં 50 દરવાજા ખોલ્યા
- જિલ્લાનો વરસાદ 97.29 ટકા નોંધાઇ જતા ડેમો ભરાયા અને બોરતળાવ પણ છલોછલ
ભાવનગર: શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાનો સૌથી મોટો ડેમ શેત્રુંજી અનેક વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ વારંવાર ઓવરફ્લો છેલ્લા એક મહિનામાં થતા ખેડૂતો ખુશ છે પરંતુ જ્યારે વરસાદની ટકાવારી 100 ટકાએ પોહચવા આવી છે ત્યારે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાતી જાય છે તો જિલ્લામાં સિઝનનો કુલ 97.29 ટકા વરસાદ નોંધાયો છે.
શેત્રુંજી ડેમના ફરી 50 દરવાજા ખુલ્યા પણ કેમ 12 સપ્ટેમ્બરથી દરવાજા નથી બંધ થયા
જિલ્લાનો પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ફરી વખત ઓવરફ્લો થયો છે. 128 સપ્ટેમ્બરની રાત્રે શેત્રુંજી ડેમ રાત્રે 2.30 કલાકે ઓવર ફલો થયો હતો. રાત્રે 2.30 કલાકે 30 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. 2700 ક્યુસેક પાણીની આવક ઉપરવાસમાં સારા વરસાદના પગલે થતા ઓવરફ્લો ડેમ થયો હતો. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું. જ્યારે રાત્રી દરમિયાન પાણીની વધુ આવક થતા 36 ફૂટે ઓવરફ્લો શેત્રુંજી ડેમના વહેલી સવારે 29 સેપ્ટમ્બરે 50 દરવાજા એક ફૂટ છ ઇંચ ખોલવાની ફરજ પડી હતી. 8000 ક્યુસેક પાણીની આવક થતા 50 દરવાજા એક ફૂટ છ ઇંચ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જ્યારે કેનાલમાં પાણીને છોડવામાં આવ્યું નથી.
ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી ભાવનગરનું બોરતળાવ પણ 43 ફૂટે છલોછલ થઈ ગયું
આશ્ચર્યની વાત એ છે કે ગત 12 સપ્ટેમ્બરથી વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ રહેતા આજ 29 તરેખ સુધી ડેમના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા નથી. બે ચાર આઠ કે દસ દરવાજા સતત ખુલ્લા રહ્યા છે અને પાણીની આવક પ્રમાણે દરવાજા ખોલ બંધ કરવામાં આવ્યા છે.મતલબ કે સંપૂર્ણ દરવાજા પ્રથમ વખત બંધ કર્યા બાદ બધા દરવાજા બંધ થયા જ નથી એટલે સતત ડેમ ઓવરફ્લો જ રહ્યો છે. ભાવનગરનું બોરતળાવ પણ 43 ફૂટે છલોછલ થઈ ગયું છે બોરતળાવમાં સારા વરસાદથી પાણીની આવક થતા ઓવરફ્લો તરફ ધકેલાયું છે.
જિલ્લાનો કુલ વરસાદ અને ખેતી પર અસર કેવી થશે
જિલ્લામાં વરસાદની ખેંચ હતી પરંતુ પાછોતરો વરસાદ ધમાકેદાર આવતા ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. જિલ્લામાં 94.26 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે અને જિલ્લાના દરેક ડેમો પુરેપુરા ભરાયેલા છે કેટલાક ઓવરફ્લો પણ થઈ ચૂકેલા છે જિલ્લામાં ચાર તાલુકા 100 ટકા ઉપર વરસાદ નોંધાતા અતિવૃષ્ટિ જેવી હાલત થઈ છે જ્યારે અન્ય તાલુકામાં 90 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. જેમાં 100 ટકા ઉપર મહુવા,ગારીયાધાર,ઘોઘા અને ભાવનગર તાલુકાનો સમાવેશ થાય છે. ભાવનગરમાં ગઈકાલે રાત્રે 28 સપ્ટેમ્બરના રોજ ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારથી પુનઃ પ્રારંભ થતા વધુ બે ઇંચ 29 સપ્ટેમ્બર સવારે 10 કલાક સુધીમાં નોંધાયો છે આમ કુલ વરસાદ સિઝનનો 97.29 ટકા નોંધાઇ ચુક્યો છે.
શહેરમાં વરસાદથી તરબત્તોળ મહનગરપાલિકાની પોલ ખુલી
શહેરમાં ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદથી અઢી ઇંચ અને આજે સવારથી શરૂ થયેલા વરસાદથી હાલત ખરાબ થઈ ગઈ છે. કુંભારવાડામાં અંડરબ્રિઝ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો વૈશાલી ટોકીઝ,વરેલવે સ્ટેશન, કુંભારવાડામાં નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે. ગત રાત્રે બે સ્થળે વીજળી પડવાના બનાવ બન્યા છે વરસાદ અવિરત ધીમીધારે શરૂ રહ્યો છે.