ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Railway Division: 7 ટ્રેનોમાં કોચ વધારાયા, સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત

ભાવનગર રેલવે ડિવિઝને સમર વેકેશનને પગલે સમર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનની જાહેરાત કરી છે. 14 એપ્રિલથી 26 મેં સુધી બાંદ્રા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. શુ વ્યવસ્થા જાણો. તેમજ 14 એપ્રિલથી દર ગુરુવારે બાંદ્રા વધુ સમર સ્પેશિયલ ટ્રેન(Summer Special Train) 26 મેં સુધી દોડાવવામાં આવશે.

Bhavnagar Railway Division: 7 જોડી ટ્રેનમાં કોચ વધાર્યા અને સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરી
Bhavnagar Railway Division: 7 જોડી ટ્રેનમાં કોચ વધાર્યા અને સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરી

By

Published : Mar 30, 2022, 4:29 PM IST

ભાવનગર:રેલવે ડિવિઝનએ 7 ટ્રેનમાં કોચ વધારાના લાગવવાની જાહેરાત કરી છે. આ સાથે રેલવે ડિવિઝન સમર સ્પેશિયલ ટ્રેન પણ 14 એપ્રિલથી દોડાવશે. વેકેશનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને પ્રજાને સુવિધા વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો:AMC અને રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આઇસોલેશન કોચ ધૂળ ખાતા પડ્યા નજરે

વધારાના કોચ લગાવવાનો નિર્ણય કર્યા - ભાવનગર રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી(Western Railway Bhavnagar Division) પસાર થતી 7 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 14 એપ્રિલથી દર ગુરુવારે બાંદ્રા વધુ સમર સ્પેશિયલ ટ્રેન(Summer Special Train) 26 મેં સુધી દોડાવવામાં આવશે.

7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જે નીચે મુજબ છે:

NO. ટ્રેન નંબર ટ્રેનનું નામ કોચ સુવિધામાં વધારો
1. 19218/19217 વેરાવળ - બાંદ્રા - વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી 03.04.2022 થી 02.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02.04.2022 થી 01.05.2022 સુધી એક વધારાના સ્લીપર કોચ લગાવવામાં આવશે
2. 19252/19251 ઓખા - સોમનાથ એક્સપ્રેસ એક વધારાના થર્ડ એસી કોચ ઓખાથી 02.04.2022 થી 01.06.2022 સુધી અને સોમનાથથી 03.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
3. 19269/19270 પોરબંદર - મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ રબંદરથી એક વધારાના સ્લીપર કોચ ગુરુવાર અને શુક્રવારે 01.04.2022 થી 27.05.2022 સુધી અને મુઝફ્ફરપુરથી રવિવાર અને સોમવારે 04.04.2022 થી 30.05.2022 સુધી લગાવવામાં આવશે.
4. 20937/20938 દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી મંગળવાર અને શનિવારે 02.04.2022 થી 31.05.2022 સુધી દિલ્હી સરાય રોહિલ્લા થી સોમવાર અને ગુરૂવારે 04.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
5. 12972/12971 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ એક વધારાનો સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી 01.04.2022 થી 30.04.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 04.04.2022 થી 03.05.2022 સુધી દરરોજ લગાવવામાં આવશે.
6. 12941/12942 ભાવનગર - આસનસોલ - ભાવનગર સુપરફાસ્ટ એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 05.04.2022 થી 31.05.2022 સુધી અને આસનસોલથી દર ગુરુવારે 07.04.2022 થી 02.06.2022 સુધી લગાવવામાં આવશે.
7. 22963/22964 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર રવિવારે 03.04.2022 થી 29.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે 04.04.2022 થી 30.05.2022 સુધી લગાવવામાં આવશે.

ક્યારે ચાલશે સમર ટ્રેન અને ક્યારે પ્રારંભ યાત્રિકો માટે -14 એપ્રિલથી ભાવનગર-બાંદ્રા વચ્ચે "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન"(Weekly Summer Special Train) દોડશે તેમ રેલવે ડિવિઝન ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેનમાં જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ (UTS) જારી કરવામાં આવશે. ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:રાજકોટમાં આજથી ટ્રેનો નિયમિત શરૂ,ટ્રેનના નિયમિત સંચાલનથી રેલવે સ્ટેશન પર હલચલ

ટીકીટ ભાડું અને બાંદ્રા ભાવનગર બંને સ્ટેશનથી ક્યારે ઉપડશે -આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે કુલ 14 ટ્રીપ ચાલશે. આ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે અનરિઝર્વ્ડ ટિકિટ (UTS ટિકિટ) આપવામાં આવશે. ટ્રેન નંબર 09454 (ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ) 14મી એપ્રિલ, 2022 થી 26મી મે, 2022 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આજ રીતે ટ્રેન નંબર 09453 (બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ) 15મી એપ્રિલ, 2022થી 27મી મે, 2022 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી સવારે 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

ટ્રેનમાં શુ હશે સુવિધા રેલવે દ્વારા -આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ વિશેષ ટ્રેન માટે ટિકિટનું બુકિંગ 01 એપ્રિલ, 2022થી નામિત PRS કાઉન્ટર્સ(PRS counters) અને IRCTCની વેબસાઇટ(IRCTC website) પર શરૂ થશે. આ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને COVID-19 પ્રોટોકોલનું પાલન(Passengers comply COVID-19 protocol) કરવા વિનંતી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details