ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Primary Schools: ભાવનગરની NGO સરકારી શાળાઓમાં કરે છે બાળકોની આંખની તપાસ, સામે આવ્યા ચોંકાવનારા તથ્ય - દ્રષ્ટિ સુધારણા માટે ખોરાક

ભાવનગરની NGO શિશુવિહાર છેલ્લા 10 વર્ષથી સરકારી શાળાઓ (Bhavnagar Primary Schools)માં વિદ્યાર્થીઓના આંખના નંબર તપાસે છે. બાળકોના નંબરની તપાસમાં સામે આવ્યું છે કે 3500 માંથી 1800 જેટલા બાળકોને આંખના નંબર હોય છે.

Bhavnagar Primary Schools: ભાવનગરની NGO સરકારી શાળાઓમાં કરે છે બાળકોની આંખની તપાસ, સામે આવ્યા ચોંકાવનારા તથ્ય
Bhavnagar Primary Schools: ભાવનગરની NGO સરકારી શાળાઓમાં કરે છે બાળકોની આંખની તપાસ, સામે આવ્યા ચોંકાવનારા તથ્ય

By

Published : Feb 25, 2022, 6:35 PM IST

ભાવનગર: મહાનગરપાલિકા હેઠળની નગર પ્રાથમિક શાળા (Bhavnagar Primary Schools)માં બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી ભાવનગર શહેરની બિનસરકારી શિશુવિહાર સંસ્થા (shishu vihar organization bhavnagar) 10 વર્ષથી નગર પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના આંખના નંબર તપાસી (eye examination of children bhavnagar) રહી છે. સાથે જ સંસ્થા ચશ્મા પણ બનાવી આપે છે.

10 વર્ષથી ભાવનગરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના આંખના નંબર તપાસે છે શિશુવિહાર સંસ્થા.

આંખની ચકાસણી અને હિમોગ્લોબીનની તપાસ જેવી પ્રવૃત્તિઓ કરે છે

'સેવા પરમો ધર્મ' ભાવના સાથે શહેરની શિશુવિહાર સંસ્થા બિનસરકારી (NGO In Bhavnagar) હોવા છતાં સરકારી સંસ્થામાં પોતાનું યોગદાન આપી રહી છે. શિશુવિહાર સંસ્થા દર વર્ષે શાળાનાબાળકોની આંખની ચકાસણી, દીકરીઓની હિમોગ્લોબીન તપાસ (Hemoglobin test In Schools Bhavnagar), પુસ્તકો આપવા, સ્પર્ધા યોજવા અને કેલેન્ડર બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. તો બિનસરકારી સંસ્થાના તપાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

આ પણ વાંચો:આંખમાં કોવિડનું ઇન્ફેક્શન થતું અટકાવવા માટે લેન્સને બદલે ચશ્માં પહેરવાનું રાખો

3500 બાળકોની તપાસમાં 1800 બાળકોને ચશ્માના નંબર

આશરે 2700 દીકરીઓ પૈકી 1000 દીકરીઓમાં હિમોગ્લોબીન ઓછું હોય છે.

ભાવનગરના શિક્ષણ ક્ષેત્રના બાળવિકાસના અનુયાયી સ્વ. માનભાઈ ભટ્ટની શિશુવિહાર સંસ્થા બિનસરકારી સંસ્થા છે. આ સંસ્થા 2009થી મહાનગરપાલિકાની 54 શાળાઓમાં આંખની ચકાસણી કરી રહી છે. શિશુવિહાર સંસ્થાના કર્મચારી મીનાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, શિશુવિહાર સંસ્થા દર વર્ષે ધોરણ 6થી 8ના બાળકોની આંખની તપાસ કરે છે. 3500 આસપાસ બાળકોની તપાસમાં 1800 આસપાસ બાળકોને ચશ્માના નંબર (data on eye vision health) હોય છે. ધોરણ 8ની 54 શાળાની દીકરીઓનું હિમોગ્લોબીન (data on hemoglobin Bhavnagar) ચકાસતા આશરે 2700 દીકરીઓ પૈકી 1000 દીકરીઓમાં હિમોગ્લોબીન ઓછું હોય છે, જેની દવા આપવામાં આવે છે. આ સિવાય 54 શાળા (Government Primary Schools In Bhavnagar)માં દરેક વર્ગમાં 2 નબળા વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં આવે છે. તેમજ લાઈબ્રેરી માટે પુસ્તકો શાળાને આપવામાં આવે છે. એક ચિત્ર સ્પર્ધા રાખવામાં આવે છે અને સારા ચિત્રો હોય તે બાળકોના ચિત્રોનું કેલેન્ડર બનાવવામાં આવે છે.

આ પણ વાંચો:નાના બાળકોમાં વારંવાર આંખો ચોંટી જવાની સમસ્યાના ઉપાયો વિશે જાણો

આંખ નબળી ન પડે તે માટે આહાર ઘણો જરૂરી

કોરોનાકાળ (Corona Pandemic In Gujarat)માં ન છૂટકે વાલીઓએ મોબાઈલ વિદ્યાર્થીને આપવાની ફરજ પડી છે. શાળાના આચાર્ય ભગવતીબેન બાલધીયાએ જણાવ્યું હતું કે, આંખ નબળી પડવા પાછળ તેમને શિશુવિહાર જેવી સંસ્થાના તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આહાર (food for eyesight improvement) ખૂબ જરૂરી છે. વાલી બાળકોના આહાર પર ખાસ ભાર મૂકે. સાથે હવે ઓફલાઇન શિક્ષણ છે, ત્યારે મોબાઈલ અને ટીવીથી બાળકોને બને ત્યાં સુધી દૂર રાખે તેવી અપીલ કરી છે.

55 શાળાઓમાં 27,000 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

સર ટી હોસ્પિટલના સહયોગથી બાળકોના ચશ્મા બનાવીને પહોંચાડે છે.

ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ (Education Committee of Bhavnagar)ની 55 શાળાઓ આવેલી છે. જેમાં 27,000 જેટલા ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે તપાસ થતી હોવા છતાં બિનસરકારી સંસ્થાના તપાસમાં ચોંકાવનારા આંકડા ચિંતા ફેલાવે છે. શિશુવિહાર માત્ર આંખ ચકાસણી નથી કરતી, પરંતુ આંખમાં નંબર હોય તો સર ટી હોસ્પિટલના સહયોગથી બાળકોના ચશ્મા બનાવીને પહોંચાડે છે અને બાળકની મુશ્કેલી દૂર કરે છે. શિક્ષણ સમિતિમાં કોરોનાકાળમાં 2019-20માં આરોગ્ય ચકાસણી થઈ હતી બાદમાં થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details