- ભાવનગર પોલોસે શહેરમાંથી ગેરકાયદેસર જવલનશીલપ્રવાહી ઝડપ્યું
- સુભાષનગર રહેણાંકી વિસ્તારમાંથી ઝડપાયું જવલનશીલ પ્રવાહી
- 5000 લિટર જવલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું SOGએ
ભાવનગર :SOG પોલીસે ભાવનગર સુભાષનગર કંસારાના કાઠે કમલ ફ્લેટની સામે રહેણાંકી મકાનના ફળિયામાંથી બેરલોમાં ભરેલા જવલનશીલ પ્રવાહી લીટર 5000 તથા ખાલી બેરલ, ઇલેક્ટ્રીક મોટર, માપીયા, ગરણી, પાઇપો સહિત રૂપિયા 1,83,350 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
SOG પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી
ભાવનગર શહેર તથા જિલ્લામાં અમુક ઇસમો દ્બારા ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ થતું હોવાની હકીકત આધારે ભાવનગર SOGના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા તથા SOG સ્ટાફે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં કમલ ફ્લેટની સામે કંસારાના રહેણાંકી મકાન ખાતે દરોડા પાડતા મકાનના ખુલ્લા ફળિયામાંથી કોઇ પરવાના કે ફાયર સેફટીના સાધનો વિના ગેસ પાઇપલાઇનની નજીકમાં બેરલોમાં ભરી રાખેલ જવલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું.