ભાવનગર: રક્ષાબંધન પર્વ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. કોરોના મહામારીમાં પવિત્ર તહેવારની ઉજવણી ઘર બેઠા કરવામાં આવી હતી. ભાવનગરમાં વહેલી સવારથી સારા મુહૂર્તમાં ભાઈને બહેનોએ રાખડીઓ બાંધી હતી. નાના ભૂલકાઓ હોય કે મોટા, સૌ કોઈએ હિન્દુ ધર્મની પરંપરાને જાળવી રાખી છે. કોરોના મહામારી હોય કે પછી અન્ય સમસ્યા હંમેશા હિન્દુ ધર્મમાં આવતા તહેવારોને પરંપરા મુજબ હિંદુવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
કોરોના મહામારી વચ્ચે ભાવનગરમાં પરંપરા જાળવી બહેનોએ ભાઈને રક્ષાપોટલી બાંધી - rakhi2020
ભાવનગર શહેરમાં કોરોના મહામારીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. બહેનોએ ભાઈના ઘરે જઈ ભાઈઓને રાખડી બાંધી હતી. મહામારીમાં ભાઈ બહેનો મળીને કોરોનાને માત આપી હોઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા. વર્ષો જૂની હિન્દુ પરંપરા જાળવવામાં ભાવનગરવાસીઓ પાછા પડ્યા નહોતા. નાના-મોટા સૌ કોઈએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
ભાવનગરમાં કોરોનાની મહામારી વધુ છે, ત્યારે આંકડો પણ 1500 સુધી પોહચ્યો છે. રક્ષાબંધન પર્વમાં ભાઈ બહેન પાસે તો બહેન ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી. બહેનની રક્ષાપોટલી એટલે રાખડી હંમેશા તેના ભાઈની રક્ષા કરે તેવા હેતુથી હિન્દુ પરંપરા મુજબ, બહેન ભાઈને રાખડી બાંધતી આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેની રાખડી બાંધી ભાઈનું મોં મીઠું કરાવીને તેની રક્ષાની કામના કરી હતી. ભાવનગર શહેરમાં રક્ષાબંધન પર્વમાં કોરોનાની મહામારી હોવા છતાં ભાઈ અને બહેનો એક બીજાને મળ્યા હતા અને રાખડીની પરંપરા જાળવી હતી. હાથ સેનિટાઇઝ કરી ભાઈઓ બહેન પાસે તો બહેનો ભાઈ પાસે પહોંચી હતી.
જૂની લોકવાયકા પ્રમાણે ચાલી આવતી પ્રથાને કોરોનાનું ગ્રહણ પણ લાગી શક્યું નથી, અનેક બહેનો દૂર હોય તેને પોતાના ભાઈને કુરિયરથી પણ રાખડી મોકલીને પરંપરા જાળવી છે. વધતા કેસો વચ્ચે પણ ભાવનગરવાસીઓ પાછળ રહ્યાં નથી. ભારતની અખંડતા અને એકતા પાછળ હંમેશા ધર્મેએ ભૂમિકા ભજવી છે. આજે પણ ધર્મની પરંપરાએ કોરોનાને માત આપી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે.