ગુજરાત

gujarat

ETV Bharat / city

પતંગિયાને નિહાળવા ભાવનગર મહાનગરપાલિકા બનાવશે બટરફ્લાય પાર્ક - ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગર મહાનગરપાલિકા વિકાસનું વધુ એક ટપકું મૂકવા જઈ રહી છે. બટરફ્લાય પાર્ક માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગર શહેરમાં એક બટરફ્લાય પાર્ક ઉભો કરવાનો પ્રયાસ હાથ પર છે, જેને પગલે આગામી દિવસોમાં ભાવનગરવાસીઓને અવનવા પતંગિયાઓ નિહાળવા મળશે અને કુદરતની કળાને નરી આંખે લોકો નિહાળી શકશે.

બટરફ્લાય પાર્ક
બટરફ્લાય પાર્ક

By

Published : Mar 20, 2021, 8:18 PM IST

  • ભાવનગરમાં બનશે બટરફ્લાય પાર્ક
  • પતંગિયાને નિહાળવા મહાનગરપાલિકા બનાવશે બટરફ્લાય પાર્ક
  • અંદાજે 8 હજાર સ્કવેર જમીનમાં બનશે બટરફ્લાય પાર્ક

ભાવનગર : આગામી દિવસોમાં ભાવનગરવાસીઓને નવું નજરાણું પીરસવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ વધુ એક વિકાસનું અને લોકોને કુદરત નજીક લઈ જવાનું કામ હાથ પર લીધું છે. ભાવનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં બટરફ્લાય પાર્ક બનાવશે, જેમાં રંગબેરંગી પતંગિયાને આકર્ષવા ખાસ વૃક્ષો પણ સ્થપાશે અને બટરફ્લાય પાર્ક બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે.

પતંગિયાને નિહાળવા ભાવનગર મહાનગરપાલિકા બનાવશે બટરફ્લાય પાર્ક

આ પણ વાંચો -ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે

ક્યાં બનશે બટરફલાય પાર્ક શહેરમાં

ભાવનગર શહેર બગીચાઓનું શહેર તો છે, ત્યારે મહાનગરપાલિકા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઉભા કરવામાં આવેલા બટરફ્લાય પાર્ક જેવો પાર્ક બનાવવાની દિશા તરફ કામ કરી રહી છે. ભાવનગર શહેરમાં બોર તળાવ પાસે 7થી 8 હજાર સ્કવેર જમીનમાં બટરફ્લાય પાર્ક બનાવવા હાલ ડિઝાઇનિંગનું કામ ચાલી રહ્યું છે.

બોર તળાવની પાળ પાસે પાર્ક બનાવવામાં આવશે

આ પણ વાંચો -ભાવનગરમાં શ્વાનનો ત્રાસ, રોજના શ્વાન કરડવાના 50 થી 100 કેસ આવે છે સામે

બટરફ્લાય પાર્કમાં શું હશે અને શું કોશિશ મનપાની

ભાવેણાવાસીઓને બટરફ્લાય પાર્ક આપવા માટે મહાનગરપાલિકાએ કમરકસીને પાર્કના ડિઝાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જવેલ્સ સર્કલથી ઇસ્કોન કલબ તરફ જતા બોર તળાવની પાળ પાસે પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં પતંગિયાઓ એટલે કે બટરફ્લાયને આકર્ષવા માટે અવનવા વૃક્ષો ઉગાડવામાં આવશે. જેમાં જેટ્રોફા, રોઝ, મેરિગોલ્ડ, ફાઈક્સ અને મેન્દી જેવા વૃક્ષો ઉગાડવાનું વિચારણા હેઠળ છે. એવા વૃક્ષો ઉગાડવામાં આવશે કે, જેમાં ફૂલો થાય અને તેમાંથી રસ મળે તેવા વૃક્ષોને સ્થાન પાર્કમાં આપવામાં આવશે. જેથી પતંગિયાઓ આકર્ષાઈને આવી શકે છે. જો કે હાલ પતંગિયાને કે, પાર્કના પગલે કેટલો ખર્ચ થશે તે નિશ્ચિત કરાયું નથી, પણ કામગીરી પાર્ક માટે હાથ પર લેવામાં આવી છે.

આ પણ વાંચો -ભાવનગરમાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની અદ્ભૂત કલા

ABOUT THE AUTHOR

...view details