ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો અંગે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા

ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોને પગલે મહાનગરપાલિકા કડક મૂડમાં છે. થોડા દિવસો પહેલા 45 જેટલા બિલ્ડીંગ ધારકોને નોટિસ પાઠવી સાધનો વસાવવા નોટિસ આપી હતી અને પાણી અને ગટર લાઇન કાપવાની ચીમકી ઉચ્ચારી હતી, જેનો અમલ પણ કરી દેવામાં આવતા 10 બિલ્ડીંગોના કનેક્શન કાપવામાં આવ્યા છે.

હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ
હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ

By

Published : Mar 21, 2021, 12:42 PM IST

Updated : Mar 21, 2021, 3:03 PM IST

  • હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોને નોટિસ પાઠવી ફાયરના સાધનો વસાવવા જણાવ્યું
  • મહાનગરપાલિકા કોમર્સિયલ બાદ રહેણાંકી ક્ષેત્રમાં ફાયરના સાધનોના પગલે કડક બની
  • બિલ્ડીંગો સામે નળ અને ગટર કનેક્શન કાપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો

ભાવનગર: મહાનગરપાલિકાએ નવા નિયમ પ્રમાણે હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોને નોટિસ પાઠવી ફાયરના સાધનો વસાવવા જણાવ્યું હતું. પરંતુ, ધનિક કહેવાતા વિસ્તારમાં આવેલા ફ્લેટના લોકોએ સાધનો નહિ વસાવતા મહાનગરપાલિકા કોમર્સિયલ બાદ રહેણાંકી ક્ષેત્રમાં ફાયરના સાધનો પગલે કડક બની છે. 10 બિલ્ડીંગોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે, ઉનાળાના પ્રારંભમાં કડક કાર્યવાહીથી હાઇરાઈઝ્ડ બિલ્ડીંગોમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, કમિશ્નરના સંબંધીના ફ્લેટનું પણ નળ કનેક્શન કાપી લેવામાં આવ્યું છે.

હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ

આ પણ વાંચો:ભાવનગરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓને પગલે 1800 મહિલાઓ બાકાત

ભાવનગર મહાનગરપાલિકાની ચીમકીની અમલવારી થતા ફફડાટ

ભાવનગર મહાનગરપાલિકા નીચે આવતા ફાયર વિભાગને કડક કામગીરી સોંપવામાં આવી છે. ફાયર વિભાગને સીલ મારવાનો આદેશ છે અને બિલ્ડીંગોમાં રહેતા લોકોને પણ કડક ભાષામાં સમજાવવા માટે કડક હાથે મહાનગરપાલિકા કમિશ્નર એમ. એ. ગાંધી દ્વારા કામ લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જે બિલ્ડીંગની ઊંચાઈ 15 મીટર કરતા વધુ છે તેવી 45 બિલ્ડીંગને નોટિસ આપી સાધનો વસાવવા મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ, અમલવારી નહિ કરાતા આવી બિલ્ડીંગો સામે નળ અને ગટર કનેક્શન કાપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

અનેક બિલ્ડિંગના નળ કનેક્શન કપાયા

ભાવનગર મહાનગરપાલિકાએ 45 બિલ્ડીંગોને ફાયરના સાધનો નિયમ પ્રમાણે નહિ વસાવો તો નળ અને ગટર કનેક્શન કાપવાની ચીમકી આપી નોટિસ આપ્યા બાદ અમલવારી પણ કરી દેવામાં આવી છે. 7થી 8 માળ ધરાવતી 10 બિલ્ડીંગોના નળ કનેક્શન કાપી લેવામાં આવ્યા છે આ સાથે, કડક હાથે કામ લેતા સીધી અસર આશરે 100 અથવા વધુ પરિવારો પર પડી છે.

આ પણ વાંચો:ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી

  • આકાશગંગા ફ્લેટ
  • પન્ના ટેરર ફ્લેટ
  • ઇન્દ્રપ્રસ્થ ફ્લેટ
  • ચંપા ટાવર ફ્લેટ
  • શત્રુંજય હિલ ફ્લેટ
  • લા મીરા ફ્લેટ
  • આરાધના ટાવર્સ ફ્લેટ
  • પન્ના પાર્ક ફ્લેટ
  • શાંતિવન ફ્લેટ
Last Updated : Mar 21, 2021, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details