ભાવનગરઃ બમ બમ ભોલેના નાદ સાથે આજે મહાશિવરાત્રિએ (Bhavnagar Mahashivratri 2022) ભક્તો ઝૂમી ઉઠે છે. ત્યારે ભાવનગરના એક એવા શિવાલય જેનું રજવાડાના સમયમાં ત્રિકમથી ઈજા થતાં રૂધિરની ધાર થઈ અને બાદમાં તેમની સ્થાપના રજવાડાના સમયમાં (Bhidbhanjan Mahadev Temple during the royal period in Bhavnagar) કરવામાં આવી હતી. આ શિવાલય શહેરની મધ્યમાં આવેલું ભીડભંજન મહાદેવ છે. આ શિવલયનો હવે જીર્ણોદ્ધાર (Bhavnagar Mahadev Temple Renovation) થવા જઈ રહ્યો છે. આવો જણાવીએ મહિમા અને ઈતિહાસ શિવલિંગનું શું?
ભીડભંજન મહાદેવમાં લોકોની માનતા પૂર્ણ થાય તેવી માન્યતા ભીડભંજન મહાદેવનો ઈતિહાસ શું છે અને શું મહિમા
શહેરના મધ્યમાં આવેલા જિલ્લા પંચાયત બાજુમાં આવેલા શિવાલય ભીડભંજન મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર (Bhavnagar Mahadev Temple Renovation) થવા જઈ રહ્યો છે. ભીડભંજન મહાદેવના પૂજારી મુકેશગિરિએ જણાવ્યું હતું કે, તેમના પરદાદા રજવાડાના સમયમાં મહારાજા તખ્તસિંહજીના રાજ્યમાં મહંત હતા. રજવાડાના સમયમાં દશનામ નાગા સંન્યાસીની સમાધિના સ્મશાનમાં ખોદકામ (Bhidbhanjan Mahadev Temple during the royal period in Bhavnagar) કરતા મજૂરથી ત્રિકમનો ઘા જમીનમાં મારતા રૂધિર નીકળ્યું હતું.
આ પણ વાંચો-Maha Shivaratri 2022 : ઉજ્જૈનમાં મહાકાલને કરાયો ભાંગથી શણગાર, જુઓ બાબાનું ભવ્ય સ્વરૂપ
અહીં લોકોની માનતા પૂર્ણ થાય તેવી માન્યતા
મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, રૂધિર નીકળતા તેમના દાદા અને અન્ય લોકોને જણાવતા તેમને વધુ ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવતા જેમાંથી રૂધિર નીકળતું હતું તે છે "ભીડભંજન મહાદેવ". ભીડભંજન મહાદેવની 45 દિવસની કોઈ પણ ટેક (માનતા) રાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે.
આ પણ વાંચો-Somnath Temple Mahashivratri 2022: સોમનાથ મંદિરમાં શિવલિંગને કરાયો વિશેષ શણગાર, જુઓ પહેલી ઝલક
જીર્ણોદ્ધાર વગર સરકારની મદદે ગુપ્તદાનથી થશે કરોડના આશરે ખર્ચે
ભીડભંજન મહાદેવનો જીર્ણોદ્ધાર (Bhavnagar Mahadev Temple Renovation) મહાશિવરાત્રિના પવિત્ર દિવસે કરવામાં આવ્યો છે. આ શિવાલયને આશરે કરોડના ખર્ચ ગુપ્તદાતાઓના (Secret donation for renovation of Bhidbhanjan Mahadev Temple) આધારે કરવામાં આવશે. પથ્થર આરસથી નિર્માણ કરવામાં આવનારા હોવાનું પૂજારીના પરિવારમાંથી જાણવા મળ્યું છે.
ગુપ્તદાતાઓએ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપ્યું દાન
પુજારી મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ભીડભંજન મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર (Bhavnagar Mahadev Temple Renovation) હાલ કરવામાં આવી રહ્યો છે. ગુપ્તદાતાઓના (Secret donation for renovation of Bhidbhanjan Mahadev Temple) નામ જાહેર નહીં કરવાના હોવાથી જણાવી શકાય તેમ નથી. પૂજારીના પરિવાર તેમજ અન્ય દાતાઓ પણ તૈયાર થયા છે. આ સિવાય પણ અન્ય લોકોને વિનંતી કરવામાં આવી છે કે લોકો ફાળો આપી શકે છે.