ભાવનગરઃ ભાવનગરના LRD જવાન અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ ભાવુભા પઢીયારે હેડક્વાર્ટરમાં ધાબામાં કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા (Bhavnagar LRD jawan Suicide) પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. LRD જવાને પોલીસ હેડક્વાર્ટર્સના ધાબા ઉપર કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં (Bhavnagar Suicide 2022) ચર્ચા અને શોકનું મોજું ફરી વળ્યું હતું.
જવાન મહુવાના દેવગડા ગામનો રહેવાસી
ભાવનગર શહેરમાં લોકરક્ષક દળ (LRD) એટલે કે એલઆરડીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જવાન પ્રદીપસિંહ ભાવુભા પઢીયારે અગમ્ય કારણોસર પોતાનું જીવન (Bhavnagar Suicide 2022) ટૂંકાવી લીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ હેડક્વાર્ટર માં આવેલા વિશ્રાંતિ ભવન સામેના ક્વાર્ટરના ધાબા ઉપર ગ્રીલ સાથે રહેલા કેબલ વાયરથી ગળાફાંસો (Bhavnagar LRD jawan Suicide) ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. 2021થી ટ્રેઇનિંગ પૂર્ણ કરીને હેડક્વાર્ટરમાં ફરજમાં રહેલો જવાન મૂળ મહુવાના દેવગડા ગામનો રહેવાસી છે.