ભાવનગરઃ શહેર અને જિલ્લામાં મંગળવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શ્રાવણ માસના શ્રાવણી સરવડાનો માહોલ વચ્ચે શ્રાવણી સરવડાઓ વરસી ગયા હતા. ધીરે ધીરે વરસેલા આ 1 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગરમાં સિઝનનો 30 ટકા વરસાદ બાકી જિલ્લાના ભાવનગર સહિત અન્ય તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ નોંધાયો હતો.
ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595 મિ.મી વરસાદની જરૂર હોય છે, પરંતુ ભાવનગર તાલુકામાં 548 મિ.મી વરસાદ વરસી ચુક્યો છે. આ ઉપરાંત તાલુકાની જરૂરિયાત 689 મિ.મીની છે, ત્યારે હવે 20થી 30 ટકા આસપાસ વરસાદની જરૂર છે.
જિલ્લામાં સૌથી ઓછો વરસાદ તળાજા, ઘોઘા અને સિહોર તાલુકામાં છે, જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 250 મિ.મી ઉપર વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદના આવી રહ્યા હતા. કુલ વરસાદના આંકડા જોઈએ તો સિઝનનો આશરે 236 મિ.મી વરસાદ હજૂ બાકી છે.