ભાવનગરઃશહેરમાં LCB પોલીસ(city lcb police) વાહન ચેકીંગમાં ચિત્રા સીદસર રોડ પાણીની ટાંકી પાસે બાઇક પર આવતા લોકોને રોકી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન 1,35,200નાં ચોરીના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 2 પુરૂષોની ધરપકડ કરવામાં આવી હતી. સઘન પૂછતાછમાં ચિક્લીકર ગેંગના(chiklikar gang) સભ્યોએ સ્વીકાર્યું હતું કે, તેમને 8 મહિનામાં 6 ચોરીઓ કરી છે. ચોરીના પૈસામાંથી બાઇકની ખરીદી કરી હતી.
એક જ વિસ્તારમાંથી છ વખત ચોરી કરનારી ગેંગ પકડાઇ - Chiklikar Gang arrest
ભાવનગર શહેરમાં LCB પોલીસ દ્નારા વાહન ચેકીંગ દરમિયાન થયો ખુલાસો. જમાં ચિક્લીકર ગેંગને પોલિસે ઝડપી પાડી હતી. આ ગેંગ દ્વારા આઠ મહિનામાં છ વખત ચોરી કરવામાં આવી હતી. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોલિસ ફરિયાદ નોધાઈ છે. Bhavnagar LCB Police, Chiklikar Gang arrest, Bhavnagar chiklikar gang
એક જ વિસ્તારમાં 6 ચોરી કરનાર ચિક્લીકર ગેંગ, મહિલા સહિત 2 પુરુષો પકડાયા
આ પણ વાંચોઃ19 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સોની ધરપકડ
લોકોએ રાહતનો શ્વાસ લિધો ભાવનગરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવતા બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 ચોરીના ભેદ ઉકેલાયા છે. બોરતળાવ(bor lake) પોલીસ વિસ્તારમાં ચિક્લીકર ગેંગ સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી જતા હતા. ચોરી કરીને મુદ્દામાલ વહેચવાની પદ્ધતિનો પણ ખુલાસો થયો હતો.