ભાવનગર ભાવનગરથી 24 કિમી દૂર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના (Bhavnagar Koliak Nishkalank Mahadev )સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના (Bhadarvi Amas 2022 )દિવસે આજે હજારોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડ્યા હતાં. આજના આ દિવસે લોકો કોળીયાકના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે તો પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. રાજવી પરિવારની 125મી ધ્વજા ( Royal family of Bhavnagar 125th flag hoisted ) આજે નિષ્કલંક મહાદેવ મંદિર પર ચડ્યા બાદ દર્શનનો પ્રારંભ થયો હતો.
આજે ભાદરવી અમાસ એટલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે શનિ અમાવસ્યા. આજના આ દિવસે ભાવનગર નજીક આવેલા અને પાંડવો સ્થાપિત કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા હજારોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડ્યા હતા. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાન અનેરું મહત્વ છે.આ મંદિરમાં દર્શન માટે આવતાજતા શ્રદ્ધાળુઓ સાથે કોઈ અનીચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ અહી લોકો મેળાની પણ મજા માણી હતી.
નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ પોતાના કલંકને ધોવા ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને હોડીમાં નીકળી પડ્યા હતાં.ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો તમારા તમામ પાપો દૂર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી કોળીયાક નજીકના દરિયામાં આવતા અહી ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના ( Koliak Nishkalank Mahadev History ) કરી હતી. જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવી