ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Khadi Industry: 'ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન' ભૂતકાળ બને તો નવાઈ નહીં, વેપારીઓએ કેમ આવું કહ્યું, જુઓ - Father of the Nation Mahatma Gandhi Khadi

ભાવનગરમાં ખાદી ગ્રામ ઉદ્યોગને (Bhavnagar Khadi Industry) ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. તેવામાં વર્તમાન સમયમાં ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન (Khadi for Nation Khadi for Fashion) તો માત્ર શબ્દોમાં જ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવો જાણીએ કોરોના કાળ બાદની (Corona Effect on Khadi Industry) સ્થિતિ શું છે.

Bhavnagar Khadi Industry: 'ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન' ભૂતકાળ બને તો નવાઈ નહીં, વેપારીઓએ કેમ આવું કહ્યું, જુઓ
Bhavnagar Khadi Industry: 'ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન' ભૂતકાળ બને તો નવાઈ નહીં, વેપારીઓએ કેમ આવું કહ્યું, જુઓ

By

Published : Feb 22, 2022, 9:36 AM IST

ભાવનગરઃ ભારતના રાષ્ટ્રપિતા અને તેમના મૂલ્ય અહિંસા, ખાદી (Father of the Nation Mahatma Gandhi Khadi) રાજકીય ક્ષેત્રે ચર્ચાતા રહ્યા છે. જમીની હકીકત ખાદીની જોવામાં આવે તો કોઈ પણ સરકાર આવી પણ માત્ર ટૂંક સમય માટે વળતરથી વિશેષ કશું કરી શકી નથી. છેલ્લા 5 વર્ષમાં ખાદીની ખરીદી 50 ટકા આસપાસ થઈ ગઈ છે. શિક્ષકોને એક દિવસ ખાદી (Bhavnagar Khadi Industry) ફરજિયાત કરાયા બાદમાં અમલવારી શું કોઈને ખબર નથી. શું ખાદીને ભૂતકાળ બનાવતા અટકાવવા સરકારોએ સરકારી કર્મચારીઓ માટે કામના કલાકો દરમ્યાન ફરજિયાત કરવી જોઈએ? આ સવાલનો જવાબ પણ ક્યાંક પૂછાયો પણ જવાબ શું અને ખાદીની સ્થિતિ (Corona Effect on Khadi Industry) શું જાણો.

ગાંધીજીએ સ્વદેશી અપનાવવાની કરી હતી હાકલ

આ પણ વાંચો-જેતપુરના હાથસાળના કારીગરો Corona epidemic માં કરી રહ્યા છે મંદીનો સામનો

ગાંધીજીએ સ્વદેશી અપનાવવાની કરી હતી હાકલ

દેશના રાષ્ટ્રપિતાએ આઝાદી પહેલા સ્વદેશી અપનાવીને દેશને સ્વનિર્ભર બનવા હાકલ કરી હતી. આજની 21મી સદીમાં રાષ્ટ્રપિતાએ ગ્રહણ કરેલી ખાદીની દશા દયનીય (Poor condition of khadi industry in Bhavnagar) થઈ ગઈ છે. સરકારો રાજકીય પક્ષોની અલગ વિચારધારાવાળી આવતી ગઈ પણ ખાદીનો ઉદ્ધાર થયો નહીં. આજે અંગ્રેજીમાં 'Khadi for Nation Khadi for Fashion' માત્ર શબ્દોમાં રહી ગયું છે.

ગાંધીજીએ સ્વદેશી અપનાવવાની કરી હતી હાકલ
ભાવનગરમાં ખાદીના વેપારીઓની દયનીય સ્થિતિ

આ પણ વાંચો-25 ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદીની ખરીદી કરશે, શિક્ષણપ્રધાન વાઘાણીએ ખરીદી કરી

ભાવનગર ખાદી ગ્રામોદ્યોગ દયનીય સ્થિતિ કઈ રીતે થઈ, જાણો

મહાત્મા ગાંધીજીએ ભારતના લોકોની સ્થિતિ જોઈને ભૂતકાળમાં ચરખો સ્વીકાર્યો અને ખાદીને શરીરે ગ્રહણ (Bhavnagar Khadi Industry) પણ કરી હતી. દેશની આઝાદી બાદ ગાંધીજીએ અંતિમ શ્વાસ પણ ખાદીમાં લીધા છતાં આજે ભારતમાં સ્વનિર્ભરની વાતો માત્ર થાય છે. કારણ કે, ખાદી સ્વીકારવાવાળો વર્ગ ખૂબ ઓછો છે. ભાવનગર ખાદી ગ્રામોદ્યોગના (Bhavnagar Khadi Industry) મેનેજરે મેહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમારી 5 વર્ષ પહેલાં ત્રણ માસની આવક 45થી 50 લાખ હતી, જે આજે 25થી 30 લાખ થઈ ગઈ છે. અમે બહારથી ખાદી મગાવતા હોવાથી મોંઘી પડે છે. બહારથી આવતા કે, ખાદીનો આગ્રહ (Bhavnagar Khadi Industry) રાખનારા હજી લેવા આવે છે. સરકાર ત્રણ માસ વળતર આપે છે ત્યારે ખરીદી ઘણા લોકો કરે છે.

ભાવનગરમાં ખાદી ઉદ્યોગની આવક ઘટી

ખાદીને 2 વર્ષ પહેલા શાળામાં શિક્ષકો માટે એક દિવસ કરી હતી ફરજિયાત અત્યારે શું

રાષ્ટ્રપિતાના ફોટા દરેક કચેરીઓ અને શાળાઓમાં જોવા મળે છે. શાળાઓમાં મહાત્મા ગાંધીજીના મૂલ્યોને બાળકોમાં ઉતારવામાં આવે છે. નવા આવતા નેતાઓ નિયમો બનાવી ખાદી પ્રેમ તો દર્શાવે છે પણ બાદમાં નિયમો ક્યાંક નેવે મૂકાય જાય છે. ખાદીનો અભિગમ સારો હતો, પરંતુ અમલવારી ક્યાંક ટૂંકી પડી છે. ખાદી વિશે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખાદી અમારા શિક્ષકો એક દિવસ (Bhavnagar Khadi Industry) પહેરતા હશે. હું પણ ખાદી પહેરું છું અને ખાદીનું વેચાણ વધ્યું છે. જોકે, તેમને એમ પણ જણાવ્યું હતું કે, ખાદી ગ્રામોદ્યોગ (Bhavnagar Khadi Industry) ચલાવનારા જ ખાદી પહેરતા ના હોય તો શું બીજાની વાત કરવી.

ગાંધીજીએ સ્વદેશી અપનાવવાની કરી હતી હાકલ
ભાવનગરમાં ખાદી ઉદ્યોગની આવક ઘટી

ફરજિયાત ખાદી સરકારી કર્મચારીઓ માટે હોવી જોઈએ

સ્વદેશીનો સંદેશ રાષ્ટ્રપિતા તરફથી મળ્યા બાદ વર્ષો પછીના આઝાદી સમયમાં ખાદીનું વેચાણ ઘટતું ગયું છે. ખાદીને જીવંત રાખવા સરકારે ફરજિયાત કર્મચારીઓને કામના કલાકો દરમિયાન કરવી જોઈએ? એ મુદ્દે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ આર્થિક બાબત પર હોવાથી ફરજિયાત કે મરજિયાતનો પ્રશ્ન નથી, પરંતુ લોકનિર્માણ થાય તો રાષ્ટ્રનિર્માણ થશે. જોકે, આ ચેરમેનનો જવાબ હતો, પરંતુ જે રીતે ખાદી (Bhavnagar Khadi Industry) વિસરાઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપિતાએ આપેલી અમૂલ્ય ભેટ અને સ્વદેશી પહેરવેશને નથી. પ્રજા સમજી શકી અને સરકારોની ક્યાંક નિરસતા કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ગાંધીવાદીઓ છે ત્યાં સુધી ખાદી છે પછી શું? દરેક ભારતીયએ આ મુદ્દે જરૂર વિચારવું જોઈએ?

ABOUT THE AUTHOR

...view details