ભાવનગરઃ જિલ્લા અને શહેરમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું છે, કોરોના સામે લડવા માટે ડોકટરની જેમ સફાઈ કામદારોએ પણ આજે શહેરની ગલીઓમાં જઈને સફાઈ કરી હતી. ભાવનગરમાં જનતા કરફ્યૂનો મનપાએ અદભુત લાભ ઉઠાવ્યો છે. વધુ સફાઈ કામદાર લાવીને સફાઈ કામગીરી હાથ ધરી છે.
ભાવનગરમાં જનતા કરફ્યૂનો સદુપયોગઃ જીવ જોખમમાં મુકી સફાઈ કામદારો મેદાનમાં - Janta karfyu
ભાવનગર શહેરમાં જનતા કરફ્યૂનો સંપૂર્ણ લાભ ભાવનગર મહાનગરપાલિકાએ લીધો છે. ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ વિભાગે વધુ સફાઈ કામદારો રાખીને શહેરમાં સફાઈ હાથ ધરી હતી. ડોકટરની જેમ પોતાનો જીવ જોખમમાં મુકી સફાઈ કર્મચારીઓએ મેદાનમાં ઉતરીને શહેરમાં સફાઈ હાથ ધરી હતી.
![ભાવનગરમાં જનતા કરફ્યૂનો સદુપયોગઃ જીવ જોખમમાં મુકી સફાઈ કામદારો મેદાનમાં ભાવનગરમાં જનતા કરફ્યુનો સદુપયોગઃ ડોકટરની જેમ જીવને જોખમમાં મુકી સફાઈ કામદાર મેદાનમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6505629-191-6505629-1584878258334.jpg)
ભાવનગરમાં જનતા કરફ્યુનો સદુપયોગઃ ડોકટરની જેમ જીવને જોખમમાં મુકી સફાઈ કામદાર મેદાનમાં
ભાવનગરમાં જનતા કરફ્યુનો સદુપયોગઃ ડોકટરની જેમ જીવને જોખમમાં મુકી સફાઈ કામદાર મેદાનમાં
સલામ છે એ કર્મચારીઓને કે જ્યાં એક ચકલું ફરકતું ના હોઈ અને પીવાનું પાણી ન હોઈ ત્યારે પણ લોકોને ઘરમાં રાખીને ગામની સફાઈ કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને લડાઈ લડી રહ્યા છે.