ભાવનગર:ભાવનગર શહેરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College students) ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનના આવનારા યુગ માટે આગવું સંશોધન શરૂ કર્યું છે. EV ગ્રીન કરીને ઇલેક્ટ્રિક (EV Green Charging Station) વાહનોનુ ચાર્જીગ સ્ટેશન (Students Develop Charging Stations) બનાવ્યું છે. આ સ્ટેશનમાં ટુ અને થ્રિ વ્હીલના વાહનો ચાર્જ થઈ શકે છે. આ સ્ટેશનની કિંમત ખૂબ નજીવી છે, અને તેને ચાર્જ કરવા માટે કોઈ વ્યક્તિને રોકવાની જરૂરિયાત રહેતી નથી.
જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓને ચાર્જીગ સ્ટેશનનો વિચાર કેમ આવ્યો
ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College Bhavnagar) ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓએ હાલમાં કરેલા સંશોધન માટે ઇલેક્ટ્રિક વિદ્યાશાખાના કો ઓર્ડીનેટર ચેતન ચૌહાણએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રોજેકટ બેઝ ઇવેન્ટ કરાવવામાં આવે છે. પ્રોજેકટ મારફત ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમના સોલ્યુશન, સોસીયલ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન જે સામાજિક રીતે ઉપયોગી હોઈ ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ દ્વારા આ વ્હીકલ ઇલેક્ટ્રિક સ્ટેશનનું પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પ્રોજેકટ મારફત પોતાની કુશળતા દર્શાવીને કોઈ કમ્પનીમાં નોકરી મેળવી શકે છે.
જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીનું ભવિષ્ય માટે શું સંશોધન કરાયું
ભાવનગર શહેરમાં આવેલી જ્ઞાનમંજરી કોલેજના ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓ દ્વારા વધતા પ્રદૂષણ અને ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી ચાર્જીગ સ્ટેશનનું પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી પ્રકાશ જિંદાણીએ જણાવ્યું હતું કે, આ ચાર્જીગ સ્ટેશન નાનકડું બનાવવામાં આવ્યું છે. ટુ અને થ્રિ વ્હીલના વાહનો માટે સિંગલ ફેઝમાંથી બનાવવામાં આવેલું સ્ટેશન કારખાનું, ફેક્ટરી કે મોલ હોસ્પિટલ દરેક સ્થળે આસાનીથી લાગી શકે છે. કોઈ પણ વ્યક્તિ જાતે ચાર્જ કરી શકે છે. લો કોસ્ટમાં બનાવેલું સ્ટેશનનું પ્રોટોટાઈપ પોલ્યુશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.