ભાવનગર : ભાવનગર એટલે "ભાવેણુ" હા, ભાવેણુ ભાવનગરનું હુલામણુ નામ છે. આજથી 300 વર્ષ પહેલાં પ્રજાનું કલ્યાણ કરવા અને વિકાસ કઈ રીતે પ્રજાનો થઈ શકે તેવા હેતુથી ભાવનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના માત્ર નહીં પરંતુ રોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક પાયાની જરૂરિયાતો પર ભાર મૂકીને તેના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા હતા. દીર્ઘ દ્રષ્ટિ મહારાજાઓની અને અનેક કાર્ય પ્રથમ વખત કરવા છતાં દેશની આઝાદી સમયે એક ઝટકે પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના (Bhavnagar Entered the Year 300) સૂર્યવંશી ગોહિલ રાજપૂતનું આ રજવાડું હતું. "મારી પ્રજાનું કલ્યાણ થજો" આવા સૂત્ર સાથે રાજ કરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 562 રજવાડામાં પોતાનું પ્રથમ રાજ્ય સોંપ્યું હતું. ભાવનગરના જન્મ દિવસે જાણો 300 વર્ષ પહેલાનો વિકાસ અને જીવનસફર જાણો...
ભાવનગરની સ્થાપના અને તેના પહેલાનો ઇતિહાસ -રાજસ્થાન મારવાડના સૂર્યવંશી ગોહિલ રાજપૂતો મારવાડમાં ચાલતા સંઘર્ષોને પગલે ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું. ઇ.સ 1193ની આસપાસ ગોહિલ રાજપૂતો ગુજરાતમાં આવ્યા અને પ્રથમ સેજકપુર અને બાદમાં રાણપુર પોતાની (Happy Birthday Bhavnagar) રાજધાની સ્થાપી હતી. ઇ.સ 1309ની સાલમાં રાજધાની ઉમરાળા આવી અને બાદમાં સિહોર સુધી પહોંચી ગઈ. આમ ગોહિલ રાજપૂતોના મહારાજા ભાવસિંહજીએ (પહેલા) ઈ.સ 1723માં સિહોરથી રાજધાની બદલીને વડવા ગામ પાસે ભાવનગર શહેરનો પાયો વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજના દિવસે નાખ્યો હતો. મહારાજા ભાવસિંહજી પહેલાએ નાખેલા પાયા આજે યથાવત છે અને ભાવનગર અખાત્રીજે (આજે) 299 વર્ષ પૂર્ણ કરીને 300માં વર્ષમાં પ્રવેશ્યું છે.
ગુજરાતમાં સૂર્યવંશી ગોહિલ રાજપૂતોનું શાસન અને મહારાજાઓ કોણ (History of Bhavnagar)
(1) રતનજી (બીજા)
(2) ભાવસિંહજી (પહેલા)
(3) અખેરાજજી (બીજા) ભાવસિંહજી
(4) વખતસિંહજી અખેરાજજી
(5)વજેસિંહજી વખતસિંહજી
(6)અખેરાજજી(ત્રીજા) ભાવસિંહજી
(7)જસવંતસિંહજી ભાવસિંહજી
(8)તખ્તસિંહજી જસવંતસિંહજી
(9)ભાવસિંહજી (બીજા) તખ્તસિંહજી
(10)કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
(11)વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી
(12) (હાલ) વિજયરાજસિંહજી વિરભદ્રસિંહજી ગોહિલ મહારાજા રાઓલ સાહેબ
શા ભાવનગરનો પાયો નખાયો - 299 વર્ષ પહેલાં ભાવનગરના મહારાજા (Maharaja of Bhavnagar) રહી ચૂકેલા ભાવસિંહજી પહેલામાં હતી. દીર્ઘ દ્રષ્ટિને પગલે તમેને વિકાસ કરવા અને પ્રજાનું કલ્યાણ કરવા માટે દરિયાઈ કાંઠો પસંદ કર્યો હતો. વડવા ગામમાં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેરનો પાયો નાખ્યો અને દરિયાઈ માર્ગે પરિવહન શરૂ કર્યું હતું. વ્યાપાર જગત શરૂ થતાં દિવસે દિવસે ભાવનગર વિકાસ પામતું ગયું. ઘોઘાના વ્યાપારીઓ જેવા કે વણિક, બ્રહ્મણો, પારસીઓ વગેરેને ભાવનગર (When was Foundation of Bhavnagar Laid?) લાવવાના પ્રયાસો થયા હતા. પ્રથમ ફેરી સર્વિસ દરિયાઈ માર્ગે સુરત સાથે સીધી શરૂ થઈ હતી. આગબોટથી ચાલતી આ ફેરીથી શહેરનો વ્યાપાર જગત આગળ વધતો ગયો હતો.