ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કર્યો સરકારી શિક્ષણનો નિર્ણય, શું છે તેમની વિચારધારા - ડોક્ટર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ

મન હોઈ તો માળવે જવાય હા કહેવતને ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના(Bhavnagar Municipal Primary Education Committee ) શાસનાધિકારી (DPEO)એ સાર્થક કરી બતાવી છે. પોતાની દીકરીને સરકારી શાળામાં પ્રવેશ(Government School Bhavnagar) અપાવ્યો અને વાલીની જેમ શાળાએ પ્રથમ દિવસે છોડવા પણ ગયા હતા. શુ કહે છે શાસનાધિકારી અન્ય શિક્ષકોને અને કેમ સરકારી શાળાઓ થઈ રહી શ્રેષ્ઠ છે, જાણો.

એક પગલું દરેક શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જરૂર પ્રેરણા આપે છે.
એક પગલું દરેક શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જરૂર પ્રેરણા આપે છે.

By

Published : Jun 13, 2022, 7:53 PM IST

ભાવનગર: શિક્ષણ જગતમાં ખાનગી શાળાઓનો દબદબો છે. સરકારમાં નોકરી કરતા કર્મચારીઓ(Employees working in government) સારા પગાર ધોરણને પગલે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવતા હોય છે. ભાવનગરના શાસનાધિકારીએ(Bhavnagar District Primary Education Officer) લીધું એક પગલું દરેક શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જરૂર પ્રેરણા આપે છે. જુઓ શાસનાધિકારીનો શું છે નિર્ણય?

ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારી પોતાની દીકરીને સરકારી શાળામમાં પ્રવેશ

આ પણ વાંચો:કર્ણાટકના તુમકુરમાં વેપારીએ સરકારી શાળાને બનાવી છે હાઈટેક, હેતુ જાણીને તમે પણ વખાણ કરશો

ખાનગી શાળાનો ટ્રેન્ડ વચ્ચે શાસનાધિકારીનો નિર્ણય -ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં(Bhavnagar Municipal Primary Education Committee) 55 શાળાઓ આવેલી છે. શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે પોતાની દીકરી શ્રેયાને પ્રથમ ધોરણમાં પ્રવેશ શાળા નંબર 69માં અપાવ્યો છે. યોગેશ અને તેમના પત્ની સાથે પોતાની પ્રથમ દીકરીને શાળાએ મુકવા આવ્યા હતા. શાસનાધિકારી યોગેશએ જણાવ્યું હતું કે, આજથી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે ત્યારે મેં મારી દીકરી શ્રેયાને શાળા નંબર 69માં પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે. બીજા અન્ય શિક્ષકોને અપીલ છે કે, આપણાથી મોટો કોઈ શિક્ષક નથી. ત્યારે પોતાની શાળામાં બાળકને બેસાડો જેથી મુક્ત મને ખીલી શકે.

આજથી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે ત્યારે મેં મારી દીકરી શ્રેયાને શાળા નંબર 69માં પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે.

શાળાના આચાર્ય શું કહે છે અને શું ખાનગી સામે સરકારી શાળા શ્રેષ્ઠ -શાળા નંબર 69માં આચાર્ય તરીકે ફરજ બજાવતા જગદીશ પાલ જણાવ્યું હતું કે, અમારી શાળામાં વકીલ, ડોક્ટર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ(Doctor and Chartered Accountant) જેવા વ્યક્તિઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અમારી શાળાની છબી સુધરી છે. સાહેબ અમારા શાળામાં શિક્ષકોની આવડત અને કોઈ પણ બાળકને શ્રેષ્ઠ બનાવવાની શિક્ષકોની ટીમ જોઈ છે. તેથી અમે આજે શહેરની દરેક સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ બન્યા છીએ. શાળામાં બાળકોને ખીલવવા સાથે દરેક શિક્ષકોની મહેનતને પગલે પરિણામ શ્રેષ્ઠ મળી રહ્યું છે.

એક પગલું દરેક શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જરૂર પ્રેરણા આપે છે.

આ પણ વાંચો:ખરેખર સરકારી શાળાઓમાં બાળકોને મોકલવા વાલીઓ મજબૂર બન્યા છે? વિપક્ષે કર્યો કટાક્ષ

શું સરકારી કર્મચારી અને સરકારી શિક્ષકોએ આગળ આવવું જોઈએ - ભાવનગર શહેરમાં કેટલાક શિક્ષકો પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. સરકારી શાળામાં મુક્ત મને બાળકોને વાંચન, ગણન અને લેખન સાથે ખીલવા દેવામાં આવે છે. જો સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકારી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરાવે તો જરૂર ખાનગી શાળા સામે સરકારી શાળાઓની છબી સુધરી શકે તેમ છે. સરકારના શિક્ષણ જગતને મજબૂત કરવામાં સહભાગી પણ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details