- જિલ્લા પંચાયતની 1035 કરોડનું બજેટ રજૂ કરાયું
- પ્રમુખ આવક જાવકના આંકડામાં ચડ્યા ગોટાળે
- આખરે સવાલ આખા તૈયાર કરાયેલા બજેટ પર પ્રશ્નાર્થ ઉભો થઇ જાય છે
ભાવનગર: જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. નવી બોડીના પ્રમુખે 1035 કરોડના ખર્ચ વાળું 2021- 22નું બજેટ રજૂ કર્યું હતું. જોકે બજેટ રજૂ કર્યા બાદ પ્રમુખને આવક- જાવકનું પૂછતાં શું કહેવું તેની સમજણ રહી નોહતી. હવે પ્રમુખને આવક- જાવકનો ખ્યાલ નથી. તો જિલ્લા પંચાયતના વહીવટ સામે પ્રશ્ન જરૂર ઉભો થાય છે.
આ પણ વાંચો :પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર
જિલ્લા પંચાયતનું આગામી વર્ષનું 1035 કરોડના ખર્ચ વાળું બજેટ રજૂ
ભાવનગર જિલ્લા પંચાયતના સભા ખંડમાં સામાન્ય સભા નવી બોડીની પ્રથમ બેઠક યોજાઈ હતી અને સાથે હતું બજેટ. એટલે પ્રમુખ અને ઉપપ્રમુખે સ્થાન ગ્રહણ કર્યા પછી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1035 કરોડના 2021- 22 વર્ષનું અંદાજીત ખર્ચ વાળું બજેટ રજૂ કરાયું હતું. જેમાં બંધ સિલક 369 કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે પાછલો કુલ ખર્ચ એટલે કે જાવક 1012 કરોડ દર્શાવવામાં આવ્યાં છે. આમ જોઈએ તો 31 માર્ચ સુધીની કુલ આવક- જાવકનો આંકડો 1404 કરોડ થવા જાય છે. આગમી વર્ષમાં પંચાયત જિલ્લામાં 1035 કરોડનો ખર્ચ કરશે. જેમાં સરકારમાંથી 1000 કરોડ આસપાસ આવવાની આશા દર્શાવાઇ છે.
સત્તા મળી ગયા બાદ વહીવટી પ્રક્રિયામાં ફેલ જતા નેતા
જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલને પ્રમુખ પદે બેસ્યા બાદ આજે શનિવારે સામાન્ય સભામાં પ્રથમ દિવર્ષ અને પ્રથમ બજેટ રજૂ કરવાનું હતું. બજેટ વિશે થોડી ઘણી માહિતી રાખનારા કદાચ પ્રમુખને મીડિયાએ કરેલા સવાલનો જવાબ મળ્યો નહિ. મીડિયામાંથી કેટલાનું બજેટ અને કેટલી જાવક પૂછતાં પ્રમુખને કાર્ય સૂચિમાં જોવાની ફરજ પડી અને છતાં પણ આંકડાની માયાજાળ સમજાઈ નહિ. જો નવા બેસેલા પ્રમુખ અને સભ્યોને આવક જાવકની પૂરતી સમજણ નહીં હોય તો આગામી દિવસોમાં અધિકારીઓ વહીવટ શું ચલાવશે? આ પ્રશ્ન જરૂર ઉભો થયો છે. કારણ કે, જીત માટે રાજકીય પક્ષ ઉમેદવાર ઉભા રાખી દે છે પણ ઉભેલો ઉમેદવાર જીત્યા બાદ સક્ષમ છે કે નહીં તે ભાજપમાં પણ નથી જોવામાં આવતું તે નિશ્ચિત થયું છે. ભાજપે શિક્ષિત લોકોને ટિકિટ આપવાની વાત કરી પણ હવે તે પણ રાજકરણમાં ક્યાંક પોતાની નક્કી કરેલી નીતિ જરૂર ભુલ્યું હોઈ તેવું લાગે છે.
- જિલ્લા પંચાયત બજેટમાં શું નવું કરવામાં આવશે કે નહીં ? શું છે બજેટમાં
ભાવનગર જિલ્લા પંચાયતના બજેટમાં દેશના સંવિધાનને 2025માં 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી હાલના બજેટથી આયોજન કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના મુદ્દાઓ આવરી લેવાયા છે.
1) સ્વચ્છતા- જિલ્લામાં સ્વચ્છતા માટે 2019 થી 2024 સુધી ભારત મિશન ફેઝ- 2 યોજના તળે ગામોને ઓડીએફ બનાવવાનું આયોજન.
2) પીવાના પાણીની સુવિધા - નલ સે જલ ઘર સુધી સુવિધા માટે સંગ્રહ શક્તિ વિકસાવશે. પાણીની સમયે ચકાસણી થશે, ભારત સરકારના જળ શક્તિ અભિયાન સાથે અન્ય યોજનાઓ જોડાશે.
3) પાયાની સુવિધા - ગ્રામ પંચાયતોને પોતાનું મકાન, ડિઝિટલ સેવા, જિલ્લા તાલુકા પંચાયતની મિલકતોનું સમારકામ કરશે.