ભાવનગર: જિલ્લામાં રાજકીય કાવાદાવા ચાલતા હોય છે ત્યારે પહેલી વખત ચૂંટાઈ આવેલા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને જાણ બહાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખોટું લેટરપેડ સદસ્યના નામે બનાવી હતી. તેમાં ખોટી સહી કરીને તંત્રમાં રજૂઆતો કરી છે. તંત્રમાં ખોટા લેટરપેડનો ઇનવર્ટ પણ કરી દેવામાં આવી. કેટલી વખત બની આ ઘટના? કેમ અંતે સદસ્ય પોતે સાચા લેટરપેડ પર રજૂઆત કરવા પહોંચ્યા જાણો.
જિલ્લા પંચાયતના આપના સદસ્યના ખોટા લેટરપેડનો ઉપયોગ આ પણ વાંચો:અમદાવાદમાં ખોટા બિલો રજૂ કરી દંપતિએ પાસ કરાવ્યો 18 લાખનો મેડીક્લેમ, ત્રણ લોકો સામે ફરિયાદ
ખોટા લેટર પેડ પર તંત્રમાં રજૂઆત થવાના કિસ્સા -ભાવનગર જિલ્લા પંચાયતમાં હાલમાં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું. અલંગ બેઠક જીતી લીધી હતી. અલંગ બેઠકના મહિલા સદસ્યના ખોટા લેટર પેડ પર તંત્રમાં રજૂઆત થવાના કિસ્સા સામે આવ્યા છે. રજૂઆતથી અજાણ આપના મહિલા સદસ્યએ(Bhavnagar District Panchayat Women member) જિલ્લા પંચાયત સહિત અન્ય સ્થળે ખોટા લેટર પેડ વાળી વ્યક્તિને ઝડપવા માંગ કરી છે.
બોલો લ્યો જિલ્લા પંચાયતના આપના સદસ્યના ખોટા લેટરપેડનો ઉપયોગ -ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય લાલુબહેન નરશી ચૌહાણ અલંગ બેઠક પર જીત મેળવીને સદસ્ય બન્યા બાદ તેમના વિસ્તારમાં ઘણા સમયથી લાલુબહેનના નામના આપના લેટરપેડ ઉપર જિલ્લા પંચાયત, ડીએસપી અને કલેકટર વગેરેને રજૂઆતો અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ અજાણ્યું વ્યક્તિ ખોટું ડુપ્લીકેટ લેટરપેડ બનાવીને અલંગ વિસ્તારની રજૂઆતો(Alang area representations) કરી રહ્યું છે. જે ધ્યાને આવતા લાલુબહેન ડીડીઓ, કલેકટર અને ડીએસપીને(Collector and DSP Bhavnagar) આ ડુપ્લીકેટ લેટરપેડ(Fake duplicate letter pad) અને ખોટી સહીઓ કરીને તેમની છબી બગાડી રહ્યો હોવાનો આક્ષેપ સાથે અજાણ્યા શખ્સને ઝડપી લેવા લેખિત માંગ કરી છે.
આ પણ વાંચો:વધુ એક સરકારી કૌભાંડ: ખોટા દસ્તાવેજથી કરોડોની જમીન સરકારને વેચી
ડુપ્લીકેટ લેટર પેડમાં શુ રજૂઆતો થઈ જે લાલુબહેને કરી જ નથી - લાલુબહેન ચૌહાણ આપના સદસ્ય છે અને તેમના નામના લેટરપેડ પર ખોટી સહી કરીને તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે એટલું નહિ પ્રેસ નોટ છાપીને મીડિયાને પણ ગુમરાહ કરીને ખોટા સમાચારો પ્રસિદ્ધ થાય(Fake News Attempts ) તેવી કોશિશ કરવામાં આવી છે ત્યારે આ ખોટા લેટરપેડમાં જાણીએ શુ ખોટી રજૂઆત થઈ જે નીચે મુજબની ખોટી રજૂઆત છે.
ત્રીજી વખત ખોટા લેટરપેડ પર રજૂઆત કરવામાં આવી - ઉપરોક્ત મુદ્દાઓને ખોટા લેટરપેડ પર લખીને ખોટી સહી સાથે જિલ્લા પંચાયત અને કલેકટર સુધી આપવામાં આવ્યું હતું. એક નહિ ત્રીજી વખત રજુઆત ખોટા લેટરપેડ પર થઈ અને ખોટી સહી સાથે એટલું નહિ ખોટા લેટરપેડ પરની રજુઆત ઇનવર્ટ (નોંધણી) જિલ્લા પંચાયતમાં કરવામાં આવી છે. આ ખોટા લેટરપેડ બનાવી ગેર ઉપયોગ થતા લાલુબેહેેન ચૌહાણે ડીડીઓ, કલેકટર અને ડીએસપીને આ અજાણ્યા શખ્સને સીસીટીવીના આધારે ઝડપવા માંગ કરી છે.