ગુજરાત

gujarat

ETV Bharat / city

2020ની દિવાળીમાં જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર કોર્ટ

ભાવનગરની પીરછલ્લા શેરી જાહસરમાં ધોળા દિવસે મેહુલભાઈ કડીવાળ નામના શખ્સ પર હેપી નામના યુવકે છરી વડે જીવલેણ હુમલો કરીને મોત નિપજાવાની કોશિશ કરી હતી. બનાવ બાદ નોંધાયેલી ફરિયાદમાં કેસ ચાલતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા (life imprisonment) ફટકારી છે.

2020ની દિવાળીમાં જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર કોર્ટ
2020ની દિવાળીમાં જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર કોર્ટ

By

Published : Oct 27, 2021, 9:54 AM IST

  • 2020માં દિવાળી સમયે બજારમાં યુવક પર જીવલેણ હુમલામાં આરોપીને સજા
  • કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય
  • 2019ની દિવાળીની બોલાચાલીની અડાવતમાં 2020ની દિવાળીમાં કર્યો હતો હુમલો

ભાવનગર: શહેરમાં 2019ની દિવાળીમાં ઝગડાની બાબતે અડાવત રાખીને 2020ની દિવાળીમાં પરણિત શખ્સ પર હેપી નામના યુવકે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનનો બચાવ થયો છે પણ પરણિત શખ્સની પત્નીએ હુમલાખોર સામે ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા હુમલાખોર યુવકને આજીવન કેદની સજા (life imprisonment for deadly attack) ફટકારવામાં આવી છે.

ક્યાં બન્યો બનાવ?

ભાવનગર શહેરની પીરછલ્લા અને વોરા બજાર એટલે માનવ મહેરામણની ભીડની જગ્યા જ્યાં દિવાળીના સમયમાં લોકોની ભીડ રહેતી હોય છે, તે જ સમયે 24/11/2020ના દિવસે બપોરના સમયે હેપી વોરા નામના શખ્સે લોકોની ભીડ વચ્ચે મેહુલભાઈ કડીવાળ ઉપર હુમલો કર્યો હતો. છાંતી, પીઠ અને પેટના ભાગે છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત મેહુલભાઈના પત્નીને ફોન કરીને જાણ કરવા આવી હતી. મેહુલભાઈની પત્ની સોનલબેન અને તેના સાસુ સ્થળ પર દોડી આવી મેહુલભાઈને હોસ્પિટલ પોહચાડ્યા હતા. ત્યાર બાદ સોનલબેન દ્વારા હેપી વોરા સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કોર્ટમાં કેસ ચાલું હતો.

આ પણ વાંચો:પાલીતાણામાં મોબાઈલ ઉધાર નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ

જીવલેણ હુમલાના પગલે કોર્ટે સજા ફટકારી

ભાવનગરના પીરછલલા શેરીમાં રહેતા મેહુલભાઈ કડીવાળ સાથે હુમલાખોર હેપી વિરાને 2019ની દિવાળીમાં બોલાચાલી થઈ હતી જેની અડાવત રાખી 2020ની દિવાળીમાં હેપી વોરાએ હુમલો કરી હત્યાાનો પ્રયાસ કર્યો હતો. જજ આર.ટી.વચ્છાણી સાહેબની કોર્ટે દલીલો, 15 મૌખિક પુરાવા, 35 દસ્તાવેજી પુરાવાના આધારે આજીવન કેદની સજા (life imprisonment) ફટકારી છે, અને દંડ ફટકારવામાં આવ્યો છે, તે ના સ્વીકારે તો ચુકાદામાં વધુ ત્રણ માસની સજાની જોગવાઈ પણ અપાઈ છે.

આ પણ વાંચો:દરિયામાં દુબાડી ભત્રીજાની હત્યા કરનાર કાકીને કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા

ABOUT THE AUTHOR

...view details