ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Congressએ પેટ્રોલ ડીઝલના ભાવને પગલે જલદ કાર્યક્રમ આપ્યો : અંતે અટકાયત - Congress

ભાવનગર શહેરમાં કોંગ્રેસે વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસે ધરણા કરીને વિરોધ માટે વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ફોટાને જોડાનો હાર પહેરાવતા પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ (Congress)ના નેતાઓ અને આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઇ હતી.

Bhavnagar Congress
Bhavnagar Congress

By

Published : Jun 11, 2021, 1:01 PM IST

Updated : Jun 11, 2021, 1:51 PM IST

  • ભાવનગર કોંગ્રેસે(Bhavnagar Congress)પેટ્રોલ ડીઝલના વધેલા ભાવને પગલે વિરોધ કાર્યક્રમ યોજ્યો
  • કલેકટર કચેરીએ ધરણા કરીને કોંગ્રેસે પીએમ-સીએમને પહેરાવ્યો જોડાનો હાર
  • કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇ આપ્યો કાર્યક્રમ

ભાવનગરઃ કોંગ્રેસે દેશમાં વધેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા અને શહેર કોંગ્રેસનો સંયુક્ત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. ભાવનગનર કોંગ્રેસ (Bhavnagar Congress Protest) જિલ્લા અને શહેર પ્રમુખ ધરણા કરીને પોસ્ટર સાથે બેસી ગયાં હતાં. ધરણાં કર્યા બાદ અચાનક કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન રૂપાણીના પૂતળાંને જોડાનો હાર પહેરાવા જતાં આંચકીને તોડી નાખ્યો હતો અને બાદમાં અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસે ધરણા કર્યા બાદ જોડાનો હાર પહેરાવાની કોશિશ કરતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન


કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત

કોંગ્રેસે ધરણા કર્યા બાદ જોડાનો હાર પહેરાવાની કોશિશ કરતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય તળાજાના કનુભાઈ બારૈયા પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અંતમાં યુવા કોંગ્રેસના નેતા લાલભા ગોહિલ સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પ્રવેશ કરતા પોલીસે તેમની પણ ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન રસ્તો બંધ થયો હતો અને કામે જનારા લોકોને હાલાકીનો સામનો થોડી મિનિટો માટે કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ આજે દેશવ્યાપી ધરણા કરશે

Last Updated : Jun 11, 2021, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details