ભાવનગરઃ શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ વધી છે, ત્યારે કોંગ્રેસે સાચા વિપક્ષની કામગીરી છે. કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાનું પૂજન કરીને મહાનગરપાલિકાના શાસકોને મોં પર તમાચો મારવા જેવી કામગીરી કરી છે.
ભાવનગર કોંગ્રેસે ખાડાનું પૂજન કરી ભાજપનો વિરોધ કર્યો - news of bhavnagar
સંસ્કારીનગરી અને કલાનગરી તરીકે ઓળખાતું ભાવનગર ચોમાસા દરમિયાન ખાડા નગરી તરીકે ઓળખાતું થયું છે. કારણ કે, 22 વર્ષથી શાસન કરતું ભાજપ ખાડાના નિકાલની કોઈ વ્યવસ્થા કરી શક્યું નથી. આ ખાડાને લઇને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાનું પૂજન કરી ભાજપનો વિરોધ કર્યો હતો.
ભાવનગર કોગ્રેસે ચાવડીગેટ વિસ્તારમાં ખાડા પૂજન કાર્યક્રમ કર્યો હતો. જેમાં કોંગ્રેસે ખાડાનું ફૂલહારથી પૂજન કર્યું હતું અને ત્યારબાદ માટી નાખી હતી.
ભાવનગર શહેરની વસ્તી 17 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી છે, ત્યારે શહેરમાં આવેલા મુખ્ય 5થી 7 માર્ગોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડાઓ પડે છે અને લાખો રૂપિયા ખાડાના પાણીમાં ધોવાય છે. ચાલુ વર્ષે પણ મુખ્ય રસ્તાઓ મોટા પ્રમાણમાં તૂટી ગયા છે. જેથી વિપક્ષે ખાડા પૂજન કરી ત્વરિત નવા રસ્તા કરવાની માગ કરી છે. આવું નહીં થવા પર કોંગ્રેસે આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.