- ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ 13 નામો જાહેર કર્યા
- 13માંથી 6 મહિલાઓને સ્થાન
- લઘુમતી સમાજ, યુવાન અને મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું
ભાવનગર: આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સિનિયર સિટીઝનોને મહત્વ એટલું આપવામાં આવ્યું નથી. આ વખતે મહિલાઓ અને યુવાનોને તક આપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 21 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા પણ 13 નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે સિનિયર સિટિઝન, યુવાનો અને મહિલાઓ પર કેવો મદાર રાખવામાં આવ્યો છે તેનું વિશ્લેષણ કરી શકાય.
21 પૈકી 8 મહિલા ઉમેદવાર
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઝંપલાવ્યું છે અને 21 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 21 પૈકી 8 મહિલા ઉમેદવાર છે. જેમાં સિનિયર સીટીઝન એક મહિલા પારુલબેન ત્રિવેદી અને ભરતભાઇ બુધેલીયા છે. જ્યારે અન્ય યુવાન અને આધેડ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લઘુમતી સમાજ, યુવાન અને મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું.