ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો - મેનિફેસ્ટો

ભાવનગર મહાનગરપાલિકાના 5 વર્ષના શાસનમાં કરેલા કામો અને આગામી વર્ષમાં કરવાના કામો માટે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ સમયે ભાજપના પ્રભારી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્થાનિક નેતાઓ હાજર રહ્યાં હતાં.

ETV BHARAT
ભાવનગર ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો

By

Published : Feb 18, 2021, 3:05 PM IST

Updated : Feb 18, 2021, 5:47 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 2 દિવસ બાકી
  • ભાવનગર ભાજપે પ્રજાને આકર્ષવા જાહેર કર્યો મેનિફેસ્ટો
  • મારી પ્રજાનું કલ્યાણ થજો રખાયું સૂત્ર
    મેનિફેસ્ટો જાહેર

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણીને પગલે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્થાનિક સંગઠનના નેતાઓની હાજરીમાં "મારી પ્રજાનું કલ્યાણ થજો" સૂત્રનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો.

ભાજપનો મેનિફેસ્ટો

ભાવનગર ભાજપનો મેનિફેસ્ટો

  1. સ્વચ્છતા માટે સંસ્થાઓ અને લોકભાગીદારીથી ભાવનગરને ઇન્દોર સમાન બનાવાની પ્રયાસ
  2. ટ્રાફિક માટે પોઇન્ટ બનાવશું અને ટ્રાફિક માટે પોલીસ સાથે મળી ટીમ બનાવશે
  3. ટીપી સ્કીમમાં ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી બનાવવા પ્રયાસ
  4. ફાયર સેફ્ટી માટે વ્યવસ્થાતંત્ર ઉભું કરાશે સાથે યુવાન, વૃદ્ધને ટ્રેનિંગ આપશે
  5. બગીચા અને પાર્ક માટે "મિશન પ્રકૃતિપ્રેમ" હેઠળ વિક્ટોરિયાને વિકસાવવા કેન્દ્ર રાજ્ય સરકારની મદદ અને બગીચા માટે NGOનો સહયોગ
  6. રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ અને સ્વચ્છતા માટે ક્વિક રિસ્પોન્સ સેલ
  7. લોકભાગીદારીથી બનતા પ્રોજેક્ટમાં તજજ્ઞોની મદદ લેવામાં આવશે
  8. આર્ટ ગેલેરી અને ઓડિટોરિયમ બિન વ્યાપારીકરણ કરનારા લોકોને ફ્રીમાં અપાશે
  9. કૈલાશવાટીકા ફેજ 3નું કામ હાથ ધરશે તો 510 બેડની કેપિસિટીના નાઈટ શેલ્ટર બનાવશું
  10. સોકાર ઉર્જા પાર્કનું આયોજન કરશું તેમજ મહાનગરપાલિકાની મિલકતો પર રુફટોપ સોલારનું આયોજન
  11. બોરતળાવમાં સૌની યોજન હેઠળ પાણી ઠાલવશે. જેથી શેત્રુંજીથી પાણી લાવવાના ખર્ચમાં કમી આવે
  12. નવી ટીપીમાં ડ્રેનેજો પાથરવામાં આવશે કંસારા પ્રોજેક્ટ હેઠળ કામ તેમજ લોકઉપયોગી કામો કરશું

ભાજપે કરેલી કામગીરી

  1. કાળિયાબીડ વિસ્તારને વિધિવત માન્યતા આપી
  2. ગૌરવ પથમાં સિક્સલેન રોડ બનાવ્યો જેનું કામ ચાલુ છે
  3. અકવાડા લેઈક તથા ગંગાજળિયા લેઈકનું નિર્માણ
  4. કૈલાશવાટીકા પર્યટન સ્થળનું નિર્માણ
  5. પૂર્વ પશ્ચિમમાં 30-30 બેડની 2 હોસ્પિટલનું નિર્માણ
  6. રોડ અને ગટરના કામો કરવામાં આવ્યા
  7. 2 નવા કોમ્યુનિટી હોલ બનાવ્યા
Last Updated : Feb 18, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details