ભાવનગર: શહેરનો ગંગાજળિયા તળાવ વિસ્તાર (Bhavnagar Gangajaliya Lake) પ્રતિબંધિત ઝોન જાહેર કરવાને બદલે કોઈ નિર્ણયો આજદિવસ સુધી થયો નથી. આ વિસ્તારમાં આશરે બેથી ત્રણ હજાર પેન્ટર્ડ સ્ટોક અને અન્ય કેટલાક પક્ષીઓ વસવાટ કરે છે. આ દરેક પક્ષીઓના જીવ ઉત્તરાયણ (Makarsankranti 2022) આવતા જોખમમાં (Bhavnagar Birds in Danger) મુકાઈ જાય છે. સત્તામાં બેઠેલા નેતાઓ કે વિપક્ષ કોઈએ ક્યારેય મૂંગા પક્ષીઓ મામલે પહેલ કરી નથી. તો જીવદયા પ્રેમીઓ સેવાઓ ઇજાગ્રસ્ત પક્ષીઓમાં લાગ્યા રહે છે. ત્યારે શું હવે કડક નિર્ણયની જરૂર છે ?
કોઇ જ ધ્યાન અપાતું નથી
ભાવનગર શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવઅને તેની આસપાસનો વિસ્તારમાં (Bhavnagar Gangajaliya Lake) શિયાળામાં ઉત્તરાયણ (Makarsankranti 2022) સમયે પેન્ટર્ડ સ્ટોક સહિતના પક્ષીઓની હજારોની સંખ્યામાં (Bhavnagar Birds in Danger) કોલોની વસે છે. ભાજપના શાસનમાં ના પક્ષીઓ માટે કોઈ વ્યવસ્થા કરાઈ કે ના સરકાર કે તંત્રએ કોઈ કડક પગલાં ભર્યા. પણ જીવદયાપ્રેમીઓએ ઇજાગ્રસ્ત પંખીડાઓની સારવાર કરી જીવ બચાવવાનું કામ કર્યું છે. ત્યારે હવે જાહેરનામું પતંગ ઉડાડવા પર પ્રતિબંધ (To Ban Kite Flying) જાહેર થાય તેવી માગ થઈ છે. જો કે ભાજપ કોંગ્રેસ શું કહે છે ? જાણો.
ગંગાજળિયા તળાવની આસપાસ પક્ષીઓના જીવને જોખમમાં કેમ ?
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની (Bhavnagar Gangajaliya Lake) આસપાસ મહિલાબાગ, મોતીબાગ,પિલગાર્ડન જેવા વિસ્તારમાં મોટા વૃક્ષો પર પેન્ટર્ડ સ્ટોક (ઢોંક બગલા)ની મોટી વસાહત ઉત્તરાયણ (Makarsankranti 2022) સમયે માળાઓ બનાવીને વૃક્ષો પર વસે છે. જીવરક્ષક દળ સંસ્થાના બ્રિજેશ શાહે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે આ વિસ્તારમાં ઉડતા પતંગથી દર ઉત્તરાયણમાં 100થી વધુ પક્ષી ઘવાય (Bhavnagar Birds in Danger) છે અને 70થી વધુ મૃત્યુ પામતા હોવાના બનાવ બને છે. અમે કલેકટરને લેખિતમાં માગ કરીશું કે આ વિસ્તારમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે. લોકોને અપીલ છે કે સવારમાં 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 પછી પતંગ ન ઉડાડે, કારણ કે તે સમયે પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોય છે.
આ પણ વાંચોઃ Gangajalia Lake Bhavnagar: ભાવનગરની શાન સમાન ઢોક બગલાની સંખ્યા થઈ ઓછી :જાણો તારણો