- ભાવનગરમાં તમાકુ, ગુટકાના વ્યસનીઓ સોથી વધુ
- તમાકુથી થાય છે કેન્સર
- તમાકુથી ગળાનું અને મોઢાનું કેન્સર થાય છે
ભાવનગરઃ શહેરમાં મજૂરી કામ કરતો વર્ગ વધુ જોવા મળે છે, ત્યારે ભાવનગર શહેરમાં મોટાભાગે કેટલાય વ્યસની લોકો જોવા મળે છે. ભાવનગરમાં રત્નકલાકારો અને કારખાનાઓમાં મજૂરી વર્ગ કરતા લોકો તંબાકુ અને ગુટખાનું વ્યસન કરી રહ્યા છે, ત્યારે તેમના જીવ પણ જોખમાય રહ્યાં છે.
નાના- મોટા વ્યવસાય કરતા વર્ગના લોકોમાં વ્યસનની ટેવ વધુ
ભાવનગરમાં હીરાના રત્નકલાકારો સહિત નાના- મોટા વ્યવસાય કરતા વર્ગના લોકોમાં વ્યસનની ટેવ જોવા મળે છે. વર્ષો પહેલા દેશી તમાકુ આરોગવાની પ્રથા હતી. પણ દિવસે દિવસે આવેલા ફેરફારથી 135, 120, 300 જેવી કેમિકલ યુક્ત તમાકુ બજારમાં આવી અને લોકોને સુગંધી તમાકુનું વ્યસન થવા લાગ્યું છે, જે જોખમી છે. ભાવનગરમા સૌથી વધુ 135 જેવી કેમિકલયુક્ત પ્રોસેસ કરેલી તમાકુ મસાલા સાથે આરોગવામાં આવે છે.