ગુજરાત

gujarat

ભાવનગરમાં દિવાળી માટે નવું ટ્રાફિક નિયમન જાહેર કરાયું

By

Published : Oct 24, 2019, 7:53 AM IST

ન્યૂઝ ડેસ્ક: ભાવનગર શહેરમાં દિવાળીને ઘ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફીક નિયમન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનો ભંગ કરનાર પોલીસ અધિનિયમન-1951ની કલમ-33(1)(બી) હેઠળ સજાને પાત્ર થશે.

નવું ટ્રાફીક નિયમન

દિવાળીને ધ્યાનામાં રાખીને જિલ્લા કલેક્ટર ઉમેશ વ્યાસ દ્વારા 23-10-2019થી 27-10-2019 સુધીનું ટ્રાફિક નિયમન બહાર પાડવામાં આવ્યું છે. જેનો ભંગ કરનાર પોલીસ અધિનિયમન-1951ની કલમ-33(1)(બી) હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું મહેસુલ, પંચાયત, હોસ્પિટલ, વીજલી, ફાયરબ્રિગેડ, પોસ્ટલ વાહનો, ડેરી વાહનો, મીડિયા વગેરે જેવી સેવાઓને લાગૂ પડશે નહીં.

તહેવારોના સમયમાં ટ્રાફિકને પહોંચી વળવા અને સારી રીતે તહેવારો પાર પાડવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, શહેરના મોતીબાગથી ખારગેટ, શેલારસા ચોકથી હેરીશ રોડ, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજાર, ગોળબજારથી જમાદાર શેરી, હેવમોર ચોકથી ઘોઘાગેટ ચોક, હાઈકોર્ટ રોડથી ઘોઘાગેટ ચોક, અને રોડ ગૃહલક્ષ્મી વસ્તુભંડારથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ સુધી સાયકલ સહિત ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રૂટમાં તા.23-10-2019 થી તા.27-10-2019સુધી 4 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન તમામ વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details