ગુજરાત

gujarat

ETV Bharat / city

કિસાન સંઘના ખેડૂતો દ્વારા વાઘાણીના ઘરે ઘેરાવ થતા પોલીસે ખેડૂતોને અટકાવ્યા - સરકાર સામે ખેડૂતોનો વિરોધ

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને અંગે 18 દિવસથી આંદોલન તાલી રહ્યું છે. આ મામલે કાઈ નિરાકરણ ન આવતા કિસાન સંઘના ખેડૂતો દ્વારા સરકાક સમક્ષ માગ કરવાની અનોખી રણવીતિ અજમાવી છે. કિસાન સંઘના ખેડૂતોએ રાજ્યના વિવિધ જિલ્લામાંથી એકત્ર તઈ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના ઘર નજીક પહોંચ્યા હતા. કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના ઇસ્કોન સ્થિત ઘરની બહાર માર્ગ પર સૂત્રોચ્ચાર, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. Bhartiya Kisan Union Farmers Protest, Bhartiya Kisan Union reached Minister House , Bhartiya Kisan Union Protest for Farmers

કિસાન સંઘના ખેડૂતો દ્વારા વાઘાણીના ઘરે ઘેરાવ થતા પોલીસે ખેડૂતોને અટકાવ્યા
કિસાન સંઘના ખેડૂતો દ્વારા વાઘાણીના ઘરે ઘેરાવ થતા પોલીસે ખેડૂતોને અટકાવ્યા

By

Published : Sep 10, 2022, 7:59 PM IST

ભાવનગરભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને છેલ્લા 18 દિવસથી આંદોલન (Bhartiya Kisan Union Farmers Protest) કરવામાં આવી રહ્યું છે. જે અંગે હજુ કોઈ નિર્ણય ન આવતા હવે કિસાન સંઘ દ્વારા પ્રધાનોના ઘરના ઘેરાવની (Bhartiya Kisan Union reached Minister House) રણનીતિ બનાવી સરકાર પાસે પોતાની માંગણીને પ્રબળ બનાવી રહ્યા છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કિસાન સંઘના લોકો ભાવનગર પહોંચ્યા છે. કેબિનેટ પ્રધાન જીતુભાઇ વાઘાણીના ઘરનો ઘેરાવ કરવા એકઠા થઇ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સુત્રોચ્ચાંર અને રામઘુન બોલાવી કર્યું વિરોધ પ્રદર્શન

ભારતીય કિસાન સંઘ 18 દિવસથી આંદોલનજ્યારે વિરોધના પગલે પોલીસનો કાફલો ઘરની બહાર ખડકી દઈ તેને તમામને ઘરનો ઘેરાવ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં હાલ અનેક સંગઠનો સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગોને લઈ સરકાર સામે (Farmer Protest towards Government ) આંદોલનો કરી રહ્યા છે. જગતનો તાત એવા ખેડૂતોનું સંગઠન ભારતીય કિસાન સંઘ પણ પોતાની માંગોને લઈ છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યું છે.

પોલીસે મંત્રીના ઘરનો ઘેરાવ કરતા અટકાવતા ખેડુતોમાં રોડ પર ધરણા.

ખેડૂતો હવે કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શનવિજળી, પશુપાલન, ખેતી, સિંચાઇ, મહેસુલ, રખડતા ઢોરનો ખેતરોમાં ત્રાસ સહિતના વિવિધ પ્રશ્નોથી ત્રસ્ત ખેડૂતો (Bhartiya Kisan Union Protest for Farmers ) સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, પરંતુ આટલા દિવસના આંદોલન બાદ પણ હજુ તેમની માંગો ન સ્વીકારવામાં આવતા ખેડૂતો હવે વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કિસાન સંઘ દ્વારા શિક્ષણ કેબિનેટ મંત્રી વાઘાણીના ઘરનો ઘેરાવનો પ્રયાસ

આજે ભારતીય કિસાન સંઘના દ્વારા પ્રધાનોના ઘરના ઘેરાવ અંતર્ગત આજે મોટી સંખ્યામાં ખેડૂતો રાજ્યના વિવિધ જિલ્લામાંથી કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના ઘર નજીક પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી જ પોલીસ કાફલો તૈનાત હોય તમામને પ્રધાનના ઘરનો ઘેરાવ કરતા અટકાવામાં આવ્યો છે. હાલ આ ખેડૂતો પ્રધાનના ઇસ્કોન સ્થિત ઘરની બહાર માર્ગ પર સૂત્રોચ્ચાર, રામધૂનબોલાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પડતર માંગો ને લઈ આંદોલન માં હવે મંત્રીના ઘરનો ઘેરાવ કાર્યક્રમ

ગુજરાત બંધના એલાનઆ અંગે ખેડૂતોએ પોતાની આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો સરકાર ખેડૂતોની માંગ નહી સ્વીકારે તો ગુજરાત બંધના એલાન (Announcement Bhavnagar Shutdown ) સહિતના વિવિધ વિરોધ પ્રદર્શન યોજી આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ 18 દિવસથી કરી રહ્યા છે આંદોલન.

ABOUT THE AUTHOR

...view details