ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉપાધ્યક્ષ બાદ ભારતીબેનની જવાબદારી વધી : વિકાસના કામોને વેગ આપશે

ભારતીબેન શિયાળ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ પત્રકાર પરિષદ યોજીને દરેક સવાલોના જવાબો આપ્યા હતા. ભરતીબેન શિયાળે જણાવ્યું હતું કે, મળેલું પદ પક્ષનું છે, પંરતુ વિકાસના કામોને વેગ આપવાનું કામ તેમને સાંસદ તરીકે કરશે અને પક્ષને મજબૂત બનાવવા પગલાં લેશે.

ભાવનગરના સાંસદ
ભાવનગરના સાંસદ

By

Published : Oct 2, 2020, 7:08 PM IST

ભાવનગર: ભાજપ સાંસદ ભારતીબેન શિયાળ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમાયા બાદ ભાવનગરના પત્રકારો સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. ભારતીબેન શિયાળ સાથે મેયર મનભા મોરી અને પંચાયત પ્રમુખ સાથે રહ્યા હતા. ભાવનગર માટે મોટી વાત થઈ છે કે ભાજપે રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી ભાવનગરના સાંસદને સોંપી છે

ઉપાધ્યક્ષ બાદ ભારતીબેનની જવાબદારી વધી

ભારતીબેન શિયાળને ભાજપના ઉપાધ્યક્ષ તરીકેનું પદ મળ્યા બાદ પક્ષની જવાબદારી રહેતી હોવાથી ભારતી સામે અનેક પડકારો ઉભા થયા છે. માત્ર ભાવનગરની પરિસ્થિતિને પગલે તેમની સામે સવાલોનો પહાડ ઉભા થયા છે.

ઉપાધ્યક્ષ બાદ ભારતીબેનની જવાબદારી વધી

22 વર્ષથી ભાવનગરમાં શાસન હોઈ ત્યારે વિકાસના મુદ્દે અને પક્ષના મુદ્દાઓનું નિરાકરણ કરવું મુશ્કેલ બની જશે. જો કે, ભરતીબેન આ મુદ્દે તેમની કામગીરી પક્ષ તરફથી ઉપાધ્યક્ષ પદ તરીકે હંમેશા અગ્રેસર રહેશે.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક

26 સપ્ટેમ્બર -ભાવનગરઃ જિલ્લાના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી ભારતીબેને આભાર માન્યો હતો. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાં મોટું સ્થાન મળવાથી તેમના અનુયાયીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે.

ઉપાધ્યક્ષ બાદ ભારતીબેનની જવાબદારી વધી

ABOUT THE AUTHOR

...view details