ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાદરવી અમાસે 125મી વિશાળ ધજાની યુવરાજના હસ્તે કરાઈ શાસ્ત્રોક્ત વિધિ કરી કર્યું પૂજન - નિષ્કલંક મહાદેવ મંદિર

આવતીકાલે ભાદરવી અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત યોજાતા મેળો યોજાય છે. આ મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન કરી ધજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. Bhadarvi Amas 2022 Koliyak Beach in Bhavnagar Koliak Nishkalank Mahadev Nilambagh Palace Bhavnagar traditional fair Nishkalank Mahadev

ભાદરવી અમાસે 125મી વિશાળ ધજાની યુવરાજના હસ્તે કરાઈ શાસ્ત્રોક્ત વિધિ કરી કર્યું પૂજન
ભાદરવી અમાસે 125મી વિશાળ ધજાની યુવરાજના હસ્તે કરાઈ શાસ્ત્રોક્ત વિધિ કરી કર્યું પૂજન

By

Published : Aug 26, 2022, 10:46 PM IST

ભાવનગરકોળીયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત ચડાવવામાં આવે છે. આજે 125મી વિશાળ ધજાનું પાલીતાણાના ગંગાસતીના રાજપરા ગામના (Rajpara village Gangasati in Palitana) સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસમાં ભાવનગરના યુવરાજના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી (scriptural ritual Yuvraj of Bhavnagar) પૂજન વિધિ કરવામાં આવી હતી. ભાવનગરથી 30 કિમી દૂર આવેલા કોળીયાકના દરિયાકિનારે સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના (Koliak Nishkalank Mahadev) સાનિધ્યમાં આવતીકાલે એટલે કે ભાદરવી અમાસના (Bhadarvi Amas 2022) દિવસે પરંપરાગત યોજાતા મેળામાં નિષ્કલંક મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવ મંદિરે ચડે છે રાજવી પરિવારની ધજા

મહાદેવના ભક્તો કોળીયાક ઉમટશે આજે સાંજથી જ ભાવિકો દૂર દૂરથી નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કોળીયાક ખાતે ઉમટી પડશે. વહેલી સવારે ભાવનગર રાજવી પરિવાર દ્વારા પૂજન વિધિ કરાયેલા વિશાળ ધજા સમુદ્ર માર્ગે ગંગાસતીના રાજપરા પાલીતાણાના સરવૈયા પરિવાર દ્વારા ચડાવ્યા બાદ જ પોલીસ દ્વારા ભક્તોને દર્શન માટે દરિયામાં જવાની અનુમતિ આપવામાં આવી છે.

પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા ધ્વજાનું પૂજન કરવમાં આવ્યું.

આ પણ વાંચોDevbhoomi Dwarka Temple : નીમા આચાર્ય દ્વારા ભગવાન દ્વારકાધીશજીને ધજા ચડાવાઈ

રાજવી પરિવારના આગેવાનો ઉપસ્થિત નિષ્કલંક મહાદેવને ચડતી આ ધજા પાલીતાણાના રાજપરા ગામના સરવૈયા પરિવાર (Sarvaiya family of Rajpara village) દ્વારા વર્ષોથી ચડાવવામાં આવે છે. જે ધજાને આજે સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરવામાં આવી હતી. રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલા શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધજાની પૂજા અર્ચના મહારાજના હસ્તે કરવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં રાજવી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સરવૈયા પરિવાર ચડાવે છે આ વર્ષોથી ધજા

આ પણ વાંચોસૌથી લાંબી 1111 ગજની ધજા સાથે લીમખેડાથી નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો

ગંગાસતીના સરવૈયા પરિવારઆમ આ પરંપરા વર્ષોથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સમયથી ચાલી આવી છે. જે આજે પણ જીવંત છે. આ પૂજન બાદ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ (Yuvraj Jayveerrajsinhji Gohil) દ્વારા મહાદેવની કૃપા શહેર રાજ્ય અને દેશ ઉપર બની રહે. તેવી પ્રાર્થના પણ કરી હતી. ગંગાસતીના સરવૈયા પરિવાર દ્વારા વર્ષોથી આ રાજવી પરિવારની ધજા ચડાવવામાં આવતી હોય છે. આ બાબતે પણ આ પરિવારે રાજવી પરિવારની આ પરંપરા અંગે માહિતી આપી હતી. જેમાં 125મી ધજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવવામાં આવશે. આજે ધજાનું પૂજન કર્યા બાદ આ વિશાળ ધજાને દરિયાઈ માર્ગે કોળીયાક લઇ જવામાં આવશે. જ્યાં વહેલી સવારે દરિયામાં પાણી ઉતર્યા બાદ તેને નિષ્કલંક મહાદેવ મંદિરે (Nishkalank Mahadev Temple) ચડાવી અને ત્યારબાદ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details