- મોગરમાં બે સગા ભાઈઓ પર થયો હુમલો
- હુમલામાં એક નું મોત એક ઘાયલ
- હત્યા થઈ હોવાની શંકા
મોગરમાં બે ભાઈઓ પર હુમલો, એકનું મોત અને એક ઘાયલ - anand
આણંદ: મોગર ગામે સાંજના સમયે બે શખ્સો પર હુમલો કર્યાની ઘટના બનવા પામી હતી. જેમાં 21 વર્ષીય સુનીલ ઝાલાનું તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા મૃત્યુ થવા પામ્યુ છે. જ્યારે તેનો નાનો ભાઈ મહેશ ઝાલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આણંદ: મોગર ગામે સાંજના સમયે બે શખ્સો પર હુમલો કર્યાની ઘટના બનવા પામી હતી. જેમાં 21 વર્ષીય સુનીલ ઝાલાનું તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા મૃત્યુ થવા પામ્યુ છે. જ્યારે તેનો નાનો ભાઈ મહેશ ઝાલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જૂની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર મોગર ખાતે રહેતા ઝાલા પરિવારના બે યુવાનો પર ગામમાં રહેતા અન્ય બે ભાઈઓએ જૂની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 21 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના નાના ભાઈને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોગરના બે ભાઈઓએ ઘરની મહિલા સાથે સુનિલ ઝાલાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી અવારનવાર ઝગડા કરીને ભોગ બનેલા બંને ભાઈઓને ગામ બહાર રહેવા મજબૂર કર્યા હતા.
ગામ છોડી ઘણા સમયથી સંબંધીના ઘરે રહેતા
સુનિલ અને મહેશ બંને ભાઈઓ મોગર ગામ છોડી ઘણા સમયથી સંબંધીના ઘરે રહેતા હતા. તેઓને સોમવારે કામ હોય સંબંધી સાથે વતન મોગર ખાતે આવ્યા હતા. જે અંગેની જાણ યુવતીના પરિવારને થતા કિરણ ઝાલા અને મહેશ ઝાલા હથિયારો સાથે સુનિલના ઘરે આવી ચડયા હતા. જ્યાં હાજર બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કરી બંને ભાઈઓને મારી નાખવા હુમલો કર્યો હતો. ત્યારે સુનિલ ઝાલાને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે મહેશ ઝાલાને ખભાની પાછળ ઇજા પહોંચાડી હતી.
પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
ઘટના અંગે મૃતકના પરિવારની ફરિયાદના આધારે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે મૃતક સુનિલના મૃતદેહને આણંદ સરકારી હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.