ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી.આર.પાટીલ માતા ખોડિયારના ચરણે - સી.આર.પાટીલ ભાવનગરની મુલાકાતે

સ્થાનિક સ્વરાજ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લાના રાજપરા ખાતેના ખોડિયાર માતાના દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં ભારતી શિયાળ અને જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ તેમનું સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલના આ પ્રવાસ દરમિયાન તેમની સાથે કોઈ પ્રકારનો કાફલો જોવા મળ્યો નહોતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી.આર.પાટીલ માતા ખોડિયારના ચરણે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી.આર.પાટીલ માતા ખોડિયારના ચરણે

By

Published : Jan 31, 2021, 8:54 PM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખ ભાવનગરની મુલાકાતે
  • ચૂંટણી અગાઉ તેમની મુલાકાત ચર્ચાનો વિષય
  • ભાવનગરમાં કર્યા માતા ખોડિયારના દર્શન

ભાવનગરઃ સ્થાનિક સ્વરાજ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લાના રાજપરા ખાતેના ખોડિયાર માતાના દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં ભારતી શિયાળ અને જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ તેમનું સ્વાગત કર્યું હતું. સી.આર.પાટીલના આ પ્રવાસ દરમિયાન તેમની સાથે કોઈ પ્રકારનો કાફલો જોવા મળ્યો નહોતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી.આર.પાટીલ માતા ખોડિયારના ચરણે

પ્રદેશ પ્રમુખે માતા ખોડિયારના ચરણોમાં શીશ નમાવ્યું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ પ્રવાસ દરમિયાન માતા ખોડિયારને શીશ નમાવ્યું હતું. સી.આર.પાટીલના આ પ્રવાસથી અનેક અટકળોએ વેક પકડ્યો છે.

દર્શન કરવા આવ્યા

રવિવારે ભાવનગર આવવા અંગેના પ્રશ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, થોડા દિવસો પૂર્વ તે અહીંયા કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે સમયની અનુકૂળતા ન રહેતા તે દર્શન કરી શક્યા નહોતા. જેથી આજે રવિવારે તે દર્શનાર્થે આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details