- સર ટી હોસ્પિટલમાં માં અંબાની આરાધના કરવામાં આવી
- મંદિરની જેમ હોસ્પિટલમાં પણ તાળીઓના સથવારે કરાઇ માતાજીની સ્તુતિ
- ધર્મના સહારે માનસિક સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસ કર્યા હતા
ભાવનગરઃ કોરોના કાળમાં દવાનો દમ તૂટી ગયો છે. ત્યારે ચૈત્રિ નવરાત્રિમાં કોરોના વોરિયર્સ દ્વારા માઁ અંબાની આરાધના કરાવવામાં આવી રહી છે. એવું લાગે છે હવે દવા કરાવનાર અને દવા લેનાર બન્ને લાચાર બની માઁના શરણે પહોંચી ગયા છે.
સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ આ પણ વાંચોઃ14 વર્ષીય જાહ્નવી ભટ્ટે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધુન કરી તૈયાર
દવા અને દુઆ બન્ને જરૂરી છે તે સાર્થક થયું
ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે, પણ જ્યારે ડોકટરના હાથ હેઠા પડે છે. ત્યારે જમીન પરના ભગવાન ડોકટર એવા શબ્દ કહી દે છે કે, હવે ઇશ્વરના હાથમાં જ બધું છે તેમની પ્રાર્થના કરો, એવી સ્થિતિ કોરોનાકાળમાં ઉભી થઇ છે. જ્યારે કોરોના વોરિયર્સ ચૈત્રિ નવરાત્રિમાં પોઝિટિવ દર્દીઓને માઁ અંબાજીની આરાધના કરાવવામાં લાગી ગયા છે.
સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ આ પણ વાંચોઃમંદિરો બંધ રહ્યા, લોકોએ ઘરમાં જ કરી રામનવમીની ઉજવણી
ક્યાં કરાઈ દવા સાથે માઁ અંબાની આરાધના
ભાવનગરના સર ટી હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ રાખવા માટે હવે શારીરિક ઉપચાર સાથે માનસિક શક્તિ વધારવાની ફરજ પડી છે. પોઝિટિવ વોર્ડમાં ચૈત્રિ નવરાત્રિ ચાલતી હોવાથી કોરોના વોરિયર્સ માતાજીની આરાધના દર્દીઓને કરાવી રહ્યા છે. મંદિરની જેમ હોસ્પિટલમાં તાળીઓના સથવારે માતાજીની સ્તુતિ બોલવામાં આવી રહી છે. દર્દીઓ પણ તાળીઓ સાથે સ્તુતિ બોલી રહ્યા છે. જે વોર્ડ છે એ પણ મહિલાઓનો વોર્ડ છે અને મહિલા દર્દી માતાજીની સ્તુતિ બોલીને સ્વસ્થ થવાની આશા સેવી રહ્યા છે. કારણ કે હવે પરિસ્થિતિ "ઈશ્વર આધારિત" બની ગઈ છે.