ભાવનગરઃ સેન્ટ્રલ સોલ્ટે કોરોના મહામારીમાં પોતાનું યોગદાન આપ્યું છે. સેન્ટ્રલ સોલ્ટ એટલે કે CSMCRIના વૈજ્ઞાનિકોએ એક અદભૂત એન્ટી વાઇરસ માસ્ક બનાવ્યું છે. વૈજ્ઞાનિકોએ આ માસ્કના ટેસ્ટિંગ માટે ભાવનગર મેડિકલ કૉલેજમાં ડૉક્ટરને આપ્યાં છે.
CSMCRI દ્વારા બનાવવામાં આવ્યાં એન્ટી માસ્ક, સફળતા મળશે તો આરોગ્ય વિભાગને અપાશે
દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવનાર ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ હવે કોરોના સામે જંગમાં ઉતર્યું છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ટીએ 5 પ્રકારના માસ્ક તૈયાર કર્યા. આ માસ્કને સ્પર્શતાની સાથે બેક્ટેરિયાનો નાશ થાય છે. જેથી સેન્ટ્રલ સોલ્ટે તૈયાર કરેલા માસ્ક મેડિકલ કૉલેજને આપવામાં આવ્યાં છે. આ માસ્ક મેમ્બરીન સાથે અન્ય પ્રક્રિયા કરીને તૈયાર કરાયા છે.
સેન્ટ્રલ સોલ્ટના અધિક્ષક ડૉ.કંન્નન શ્રીનિવાસન અને તેમની ટીમે 5 પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્કના 100 નંગ હાલ ભાવનગર મેડિકલ કૉલેજના ડૉક્ટરોને આપવામાં આવ્યાં છે. આ સાથે માસ્ક પર મેમ્બરીન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મેમ્બરીન પાણીને શુદ્ધ કરીને સ્વચ્છ બનાવાનો પ્રયોગ અગાવ થઈ ચૂક્યો છે. જેને પગલે મંગળવારે સેન્ટ્રલ સોલ્ટ માસ્કમાં મેમ્બરીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેમ્બરીન પર અનેક રસાયણ પ્રક્રિયા કરીને માસ્ક બનાવ્યા છે, જેથી માસ્કમાં બેક્ટેરિયા અને વાઇરસ સ્પર્શતાની સાથે નાશ થશે. જો કે, બનાવવામાં આવેલા માસ્ક ટેસ્ટિંગ માટે મેડિકલ કૉલેજમાં આપવામાં આવ્યા છે. જેતી આ માસ્કનું મૂલ્યાંકન અમદાવાદ સેન્ટ્રલ સોલ્ટની શાખામાં કરવામાં આવી રહ્યું છે.
સમુદ્ર અને રાસાયણિક ક્ષેત્રે કામ કરતી રિસર્ચ સંસ્થા હવે કોરોના સામે જંગમાં ઉતરતા મેડિસિન મળવાના સંકેત જરૂર છે. કારણ કે, દરિયાના ખારા પાણીને મીઠું કરનારી આ એક માત્ર પ્રાયોગિક સંસ્થા છે. હાલ સેન્ટ્રલ સોલ્ટ માસ્ક અને ડબલ પોલીલેકટિક એસિડના સહારે થ્રિડી ફેસ કવર બનાવ્યું છે, જે કોરોના દર્દીને સારવાર કરનારા ડૉકટર માટે છે. આ સંસ્થાએ ટેસ્ટિંગમાં સફળતા મળશે, તો પ્રતિદિન 1,000 નંગ માસ્ક બનાવાની તૈયારી બતાવી છે.