ગુજરાત

gujarat

ETV Bharat / city

1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન

ભાવનગર રેલવે સ્ટેશન પર કામ કરતી મહિલા કુલીનું સન્માન કરવામાં આવે છે. રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા આ મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. 1880થી મહિલા કુલી રેલવે સ્ટેશન પર કામ કરી રહી છે.

Annual honoring of women working as porters at Bhavnagar Railway Terminus has been honored every year since 1880
1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન

By

Published : Mar 8, 2020, 2:00 PM IST

Updated : Mar 8, 2020, 2:21 PM IST

ભાવનગરઃ શહેરમાં રેલવેની સ્થાપના રજવાડાએ કરી હતી. રજવાડા સમયથી મહિલા કુલી રેલવે સ્ટેશન પર કામ કરી રહી છે, ત્યારે ભાવનગર રેલવે પર કામ કરતી મહિલા ફૂલીને રેલવે મહિલા સંગઠને મહિલા દિવસ નિમિતે સન્માનિત કરી હતી.

1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન

ભાવનગર રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મહિલા દિવસ નિમિત્તે કુલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર રેલવે સ્ટેશન પર ડીઆરએમના પત્નીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન

ભાવનગરમાં રેલવેની સ્થાપના આમ તો રજવાડા દ્વારા કરવામાં આવી હતી. રજવાડાએ પ્રથમ રેલવે ભાવનગર વઢવાણ વચ્ચે શરૂ કરી હતી. ભાવનગર રેલવે ટર્મિનસ પર 1880થી મહિલા કુલી કામ કરી રહી છે. ભાવનગર પશ્ચિમ રેલવે ડિવિઝનમાં ફરજ બજાવતા અધિકારીઓની પત્નીઓ દ્વારા મહિલા કલ્યાણ સંગઠન ચલાવવામાં આવે છે.

1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન
1880થી ભાવનગર રેલવે ટર્મિનસ પર કુલીનું કામ કરતી મહિલાઓનું દર વર્ષે કરાય છે સન્માન

આ સંગઠન મહિલાના વિકાસ માટે અનેક પ્રવૃતિઓ કરતું આવ્યું છે. આજે મહિલા દિવસ નિમિતે મહિલા કલ્યાણ સંગઠનએ મહિલા કુલીના સન્માન માટે રેલવે ટર્મિનસ સ્ટેશન પર કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં રેલવે ડિવિઝન મેનેજર પ્રતીક ગૌસ્વામી અને તેમની પત્ની પ્રેરણા ગૌસ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આવનાર મહેમાનોએ કુલી મહિલા સહિતની મહિલાઓનું સન્માન કર્યું હતું.

Last Updated : Mar 8, 2020, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details