- રાખડીઓ દ્વારા માનસીક અસ્વસ્થ બાળકોને આપવામાં આવે છે રોજગારીની તક
- અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકોને કરાઈ રહ્યા છે સમાજમાં પુનઃ સ્થાપિત
- મંદબુદ્ધિ શાળામાં હાલમાં 57 બાળકો બનાવી રહ્યા છે અવનવી રાખડીઓ
ભાવનગર : સમાજમાં રહેતા દરેક સામાન્ય વ્યક્તિ સાધારણ રીતે પોતાનું જીવન જીવી શકે છે, પરંતુ જ્યારે અસાધારણ વ્યક્તિ એટલે માનસીક રીતે અસ્વસ્થ વ્યકિત પોતાનું સાધારણ જીવન જીવી શકતો નથી. સમાજમાં સામાન્ય વ્યક્તિઓ કરતા માનસીક અસ્વસ્થના ( Ankur Mandbuddhi school ) લોકો જ્યારે સામાન્ય વ્યક્તિ બનવાની કોશિશ કરે છે, ત્યારે સમાજનું ઉત્થાન થઈ રહ્યું છે, તેવું સાબિત થાય છે. ભાવનગરની માનસીક અસ્વસ્થ બાળકો ( Ankur Mandbuddhi school )એ સામાન્ય વ્યક્તિઓની કગારમાં આવવા રાખડી ( RakshaBandhan 2021 ) બનાવી રોજગારીની નવી તકો ઉભી કરતા શીખી રહ્યા છે.
આ પણ વાંચો:Rakshabandhan: રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ
માનસીક અસ્વસ્થ બાળકો બનાવે છે રાખડી
ભાવનગર શહેરમાં 40 વર્ષથી આ શાળા માનસીક અસ્વસ્થ બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન કરવા માટે કાર્ય કરી રહી છે. આ શાળામાં હાલ 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અનેક બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન કરવામાં શાળા સફળ બની છે, ત્યારે માનસીક અસ્વસ્થ બાળકોને આ પહેલા સામાન્ય જીવન જરૂરિયાતનું શિક્ષણ આપવામાં આવે છે, તે શિક્ષણ મળ્યા બાદ સમાજમાં સ્થાયી થવા માટે રોજગારીનું સ્ત્રોત ઉભું થાય તે માટે અલગ અલગ પ્રવૃતિઓ હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અગરબત્તી, રાખડી બનાવવી જેવું પ્રશિક્ષણ આપવામાં આવે છે. હાલમાં આવતા રક્ષાબંધન પર્વ નિમિત્તે 57 જેટલા માનસીક અસ્વસ્થ બાળકો રાખડી બનાવવાનું કામ કરે છે.