ગુજરાત

gujarat

ETV Bharat / city

કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ - તણાઇ જવાની દુર્ઘટના

સૌરાષ્ટ્રભરમાં ભાવનગરનો કોળીયાકનો મેળો(Koliyak fair of Bhavnagar) ખુબ પ્રચલિત છે. ભાદરવી અમાસના દિવસે આ મેળો ભરાય છે. અહીં પાડવો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ વેદોક્ત વિધિથી ત્યાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. કોળીયાકમાં શા માટે નિષ્કલંક મહાદેવની શિવલિંગની(Ancient History of Niskalank Mahadev) સ્થાપના કરવામાં આવી અને શું છે તેનો મહિમા જાણીએ આ ETV ભારતના ખાસ અહેવાલમાં.

કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ
કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ

By

Published : Jul 30, 2022, 8:19 PM IST

Updated : Jul 31, 2022, 12:40 PM IST

ભાવનગર:સૌરાષ્ટ્રમાં યોજાતા મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો(Koliyak fair of Bhavnagar) જાણીતો છે. આ પરંપરાગત મેળો ભાદરવી અમાસના દિવસે ભરાય છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં(Five Pandavas on Koliyak Sea) આવ્યા હતા. તેઓએ કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જેનાથી યુધ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળે અને તેઓ કલંકીતમાંથી નિષ્કલંક થયા હતા. તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ(Ancient History of Niskalank Mahadev) તરીકે ઓળખાય છે.

ઓટના સમયે જ શિવલિંગના દર્શન -આ શિવલિંગ સમુદ્રમાં આવેલા(Shivlinga situated in sea) હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત રીતે જ લોકમેળો યોજાય છે. આ મેળામાં દર વર્ષે માનવ મહેરામણ ઉમટી પડે છે. આ દિવસે નિષ્કલંક મહાદેવના મંદિરને(Nishkalank Mahadev Temple) 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ અહી મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે. ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે.

કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ

આ પણ વાંચો:Shravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય

શું છે નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ -લોકવાયકા અનુસાર, મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું હતું, ત્યારે પાંડવો દુખી થઈ ગયા હતા. પોતાના જ સગાંઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું. એટલે એમનો આત્મા એમને ડંખતો હતો. તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું નક્કી કરી તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમને વિનંતી કરી હતી. ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપ્યા હતા. એમને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું પડશે. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવું. વધુમાં, ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એવી સલાહ પણ આપી હતી કે, તેમણે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું પડશે. પાંડવો ત્યારબાદ ગાયની પાછળ પાછળ, પહેલા કાળો ધ્વજ લઈને ગયા હતા. જ્યારે તેઓ ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા.

નિષ્કલંકનો અર્થ? -દરેક ભાઈ માટે લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પાંચ સ્વયંભૂ લિંગ પાંચેય ભાઈઓની સામે આવી ગયા હતા. આમ, તેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ, શુદ્ધ અને નિરપરાધ. એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.

મંદિરનું સ્થાન અને કયારે કરી શકાય છે ત્યાં ભગવાન શંકરની પૂજા -આ મંદિર સ્થળ ભાવનગર શહેરથી આશરે 31 કિલોમીટરના અંતરે કોળિયાક ગામથી(Koliyak village in Bhavnagar) આશરે 3 કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં શંકરની મૂર્તિનું સ્થાપન કર્યું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવાર ના 9થી બપોરના 12 સુધી ત્યાં જઈ શકાય છે, પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે 1 વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે અને ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતા પહેલા પોતાના હાથ પગ ધુએ છે.

આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત -તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો:ગુજરાતના આ શિવલિંગ પર કુદરતનો જળાભિષેક, જૂઓ અદ્ભુત Video

ચડાવાયેલો ધ્વજ મંદિરના મહોત્સવના દિવસે જ બદલવામાં આવે છે - બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ 364 દિવસ સુધી યથાવત રહે છે. માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજામાં ખેંચાઈ પણ જતો નથી. આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે. નિષ્‍કલંક મહાદેવ નજીક કોળીયાકના દરીયામાં સમુદ્રજળમાં ખતરનાક વમળો વાળો પ્રવાહ વહે છે. તે આ પ્રકારનો વિશ્વનો બીજા ક્રમનો ભયંકર કરંટ હોવાનું સમુદ્ર વિજ્ઞાનના અભ્‍યાસીઓનું માનવું છે. 25 વર્ષ પુર્વે 13 સપ્‍ટેમ્‍બર, 1977ની ભાદરવી અમાસના દિવસે સ્‍થાન વિધીમાં અધીરા થયેલા 15 ભાવિકો તણાઇ જવાની દુર્ઘટના(Tragedy of straining) પછી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવે છે અને નિયત સમયે, નિયત સ્‍થળે જ ભાવિકોને સ્‍નાન માટે મંજુરી આપી દુર્ઘટના નિવારવાના પ્રસંશનીય પ્રયત્‍ન થાય છે.

Last Updated : Jul 31, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details