ભાવનગરઃ શહેરમાં કોરોનાનો આંકડો 13 પર પહોંચતા તંત્ર કડક બન્યું છે. ભાવનગરમાં તંત્રએ લોકોને ઘરની બહાર નીકળતા રોકવા માટે શહેરમાં આવતા મુખ્ય માર્ગ સિવાયના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આ ઉપરાંત જે માર્ગો ખુલ્લા રાખવામાં આવ્યા છે, ત્યાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાવનગરમાં મુખ્ય માર્ગ સિવાયના તમામ રસ્તાઓ બ્લોક કરાયા - ભાવનગર ન્યૂઝ
ભાવનગર શહેરમાં તંત્રએ અંતે લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરાવવા માટે કડકાઈ વાપરી છે. જે અંતર્ગત તંત્રએ શહેરના હોસ્પિટલ અને સરકારી કચેરીઓ સુધીના માર્ગોને બાદ કરતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
ભાવનગરમાં મુખ્ય માર્ગ સિવાયના તમામ રસ્તાઓ બ્લોક કરાયા
ભાવનગર શહેરમાં પ્રવેશ દ્વાર નારી ચોકડીથી પ્રવેશતા પહેલા પોલીસ કાફલાનો સામનો કરવો પડે છે. ભાવનગરના RTO સર્કલથી સર.ટી હોસ્પિટલ, કલેક્ટર કચેરી, મુખ્ય બજાર સુધી માર્ગ ખુલ્લો છે. જેથી અન્ય વિસ્તારમાં જતા દરેક માર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે.
પોલીસે બેરીકેટ લગાવીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે. જેથી વાહન ચાલકો નીકળી શકતા નથી. ભાવનગરમાં લોકડાઉનનું પાલન નહીં કરનારા અને ખોટા બહાના બનાવીને બહાર નીકળતા લોકોને તેમના વિસ્તારમાં રાખવા માટે નવો તંત્રએ નવો નુસખો અપનાવ્યો છે.