અલંંગઃ ભાવનગરનું અલંગ જહાજો માટે એશિયામાં પ્રથમ નંબરનું શિપ બ્રેકીંગ યાર્ડ છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં જહાજો ઘટી ગયા છે. કોરોના આવતા અલંગમાં જહાજોની આવકની સંખ્યામાં જબ્બર ઘટાડો (Alang ship breaking slumping )જોવા મળ્યો છે. એસોસિયેશનએ જહાજની ઘટતી સંખ્યા સામે પોતાના તારણો રજૂ કર્યા છે અને મોંઘવારીની અસર સાથે શું સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે, જાણો.
એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકીંગ યાર્ડ છે અલંગ
ભાવનગર જિલ્લાના અલંગમાં શિપ બ્રેકીંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું યાર્ડ છે. છેલ્લા પાંચ વર્ષમાં શિપ યાર્ડમાં જહાજોની આવકમાં ઘટાડો (Alang ship breaking slumping )થયો છે. કોરોનાકાળમાં બેવડો માર પડવાથી સરકાર પાસે અલંગ એસોસિયેશન આશા સેવીને બેઠું (Alang Ship Breaking Business 2022) છે કે વેપાર નથી ત્યારે થોડીક રાહત મળે ત્યારે જોઈએ અલંગની હાલની સ્થિતિ શું છે?
અલંગમાં જહાજોની પાંચ વર્ષમાં આવી કેટલી ઘટ
ભાવનગરનું એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં 2016 થી 2021 સુધીના પાંચ વર્ષના ગાળામાં ખોટ સહન કરવાનો ય આવ્યો છે. અલંગમાં 2016 થી જહાજો ઘટવા (Alang ship breaking slumping )લાગ્યા છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ એસોસિયેશનના સેક્રેટરી હરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં જહાજોની આવક ઘટી છે. બે વર્ષથી કોરોનાકાળમાં યુરોપના દેશોના આવતા જહાજોની કિંમત ઊંચી હોવાથી ખરીદી ઘટી ગઈ છે.
2016 થી 2021 સુધીના જહાજો કેટલા દર વર્ષે
વર્ષ | જહાજ કુલ |
2016 | 313 |
2017 | 230 |
2018 | 258 |
2019 | 190 (કોરોનાકાળ) |
2020 | 199 |
2021 | 187 |