ગુજરાત

gujarat

ETV Bharat / city

Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો - એર ઇન્ડિયાની ભાવનગરથી 6 માર્ચે છેલ્લી ફ્લાઈટ

ભાવનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ (Air India Closed Flite From Bhavnagar )થવા જઈ રહી છે. ઉદ્યોગ જગતને ફ્લાઇટ બંધ થતાં અસર થશે તેમ ચેમ્બર ઓફ કોમર્સનું (Bhavnagar Chamber of Commerce)કહેવું છે.

Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો
Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો

By

Published : Mar 5, 2022, 9:02 PM IST

ભાવનગરઃ ભાવનગરના વિકાસ માટે વાતું થાય છે પણ વિકાસની વાત આવે છે પણ અમલીકરણ થતું નથી. ફરી એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ (Air India Closed Flite From Bhavnagar )થવા જઈ રહી છે. ફ્લાઇટ બંધ થતાં ઉદ્યોગોને અસર થશે તેમ ચેમ્બર ઓફ કોમર્સનું(Bhavnagar Chamber of Commerce) (Bhavnagar Chamber of Commerce) કહેવું છે. ફ્લાઇટ બંધ ન કરાય અને રોજ એક ફ્લાઇટ મળે તેવી માંગ કરાઈ છે.

ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સની મુંબઇ ફ્લાઈટની માગણી

ખાનગીકરણ બાદ ફ્લાઇટ બંધ

ભાવનગર શહેરને મળેલી એર ઇન્ડિયાની ફલાઇટ ખાનગીકરણ થયા બાદ બંધ (Air India Closed Flite From Bhavnagar )થવા જઈ રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ થતાં ચેમ્બર ઓફ કોમર્સે (Bhavnagar Chamber of Commerce)માંગ કરી છે કે ફ્લાઇટ બંધ થવાથી ભાવનગર ઉદ્યોગને ધક્કો લાગશે. ભાવનગર એરપોર્ટ પર ભાવનગરની મુંબઇ સાથેની કનેક્ટિવિટી એક માત્ર ટૂંકા સમયની ફલાઇટ હતી. જે એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 6 માર્ચ રવિવારે છેલ્લી ફ્લાઇટ (Air India's last flight from Bhavnagar on March 6 )આવશે અને સોમવારથી આ ફ્લાઇટ બંધ થઈ જશે.

ભાવનગર એરપોર્ટ

રવિવારે છેલ્લી ફ્લાઈટ

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયા ફ્લાઈટમાં ટ્રાફિક મધ્યમ મળી રહે છે. રવિવારે (Air India's last flight from Bhavnagar on March 6 )છેલ્લી ફલાઇટ આવશે. જો કે આ ફ્લાઇટ સવારમાં 9.30 કલાક આસપાસ આવે છે અને 15 થી 20 મિનિટમાં પુનઃ પરત જતી રહે છે. સોમવારથી આ ફલાઇટ મળશે નહીં પછી કોઈ નવું શિડ્યુલ આવે તો કહેવાય નહીં.

આ પણ વાંચોઃ બજેટ ચૂંટણીલક્ષી...! ભાવનગર માટે કઈ નવીન નહિ કેમ ભાઈ ? : વિપક્ષનો વાર શાસકની વાહ વાહી

ખાનગી કંપનીઓ ફલાઇટ ચલાવે છે

ભાવનગર શહેરમાં એરપોર્ટ પર બપોર સુધીમાં ત્રણ ફલાઇટ આવે છે જેમાં અઠવાડિયાના સોમ અને મંગળ એકેય ફ્લાઇટ નથી. વેંચુરા કંપની સુરતની ફલાઇટ ચલાવે છે જેનો સમય સવારે 10.45નો હોય છે.જયારે સ્પાઇસજેટ મુંબઇ સુરત પણ ફ્લાઇટ ચલાવે છે. સ્પાઇસજેટની ફ્લાઇટ મુંબઇ એક દિવસને એક દિવસ બુધવારથી રવિવાર વચ્ચે હોય છે તેમ સુરત પણ એક નહીને એક દિવસ ફ્લાઇટ સુરતની હોય છે. હવે એર ઇન્ડિયા બંધ (Air India Closed Flite From Bhavnagar )થવાથી લોકોને મુંબઇ એક સ્પાઇસજેટનું વિકલ્પ રહેશે જે બુધવારથી રવિવાર વચ્ચે રહેશે. સ્પાઇસજેટના પત્રક પ્રમાણે ફ્લાઇટ નક્કી થાય છે.

આ પણ વાંચોઃ એર ઇન્ડિયાના નવા 'મહારાજા' ટાટા સન્સ, 18,000 કરોડની બોલી લગાવીને જીતી નીલામી

ચેમ્બર ઓફ કોમર્સે શું કરી માગ

ભાવનગર શહેરનું ચેમ્બર ઓફ કોમર્સ એર ઇન્ડિયા ફ્લાઈટની હમેશા માંગ કરતું આવ્યું છે ત્યારે ફરી એર ઇન્ડિયા ફ્લાઇટ મુંબઇ બંધ (Air India Closed Flite From Bhavnagar )થવાની હોવાથી ચેમ્બર ઓફ કોમર્સના (Bhavnagar Chamber of Commerce)પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં અલંગ આવેલું છે,વેહિકલ સ્ક્રેપ યાર્ડ આવવાનું છે અને કન્ટેનર હબ બનવાનું છે એવામાં મુંબઇ એક દિવસ જઈ આવી શકે તેવી એક ફ્લાઇટ હોવી જરૂરી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ થવા જઈ રહી છે ત્યારે અમારી માંગ છે કે બંધના બદલે રોજ એક ફલાઇટ થાય તે ઉદ્યોગ માટે મહત્વનું છે.

ABOUT THE AUTHOR

...view details