ભાવનગરઃ શહેરમાં લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ વચ્ચે છુટાછવાયા વરસાદી ઝાપટાઓ પણ વરસતા ન હતા. લાંબા વિરામ બાદ બુધવાર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભાવનગર શહેરમાં બુઘવારે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભાવનગર જિલ્લામાં શહેર સહિત અન્ય તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો, પરંતુ અઠવાડિયાથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ વરસતા હતા પણ બુધવારે ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ભાવનગરવાસીઓએ વસરાદમાં નાહવાનો આનંદ માણ્ચો - ભાવનગરમાં સિઝનનો આશરે 595 mm વરસાદ થાય છે
- અત્યાર સુધીમાં 458 mm વરસાદ નોંધાયો
- હજૂ પણ ભાવનગર જિલ્લામાં 40 ટકા વરસાદની જરૂરત
ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595 mm વરસાદની જરૂર હોય છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં 458 mm વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હવે 30થી 40 ટકા આસપાસ વરસાદની જરૂર છે. જો કે, ભાવનગરવાસીઓ પણ વરસાદની રાહમાં હતા. સારો એવો વરસાદ વરસતા બફારો અને ગરમીથી લોકોને રાહત મળી હતી.
અત્યારસુધી 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી ઓછો વરસાદ જિલ્લાના તળાજા અને સિહોર તાલુકામાં નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં એકંદરે 250 mmથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદના આંકડા જોઈએ તો આશરે હજૂ સિઝનનો 293 mm વરસાદ બાકી છે. ઓગસ્ટ માસના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાય તો જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.
ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી