ગુજરાત

gujarat

ETV Bharat / city

AAPના રાઘવ ચઢ્ઢાએ રાજ્ય સરકાર સામે કર્યા પ્રહારો અને પ્રજાને અપીલ કરી એક તકની - Raghav Chadha visited Bhavnagar

ભાવનગર આંગણે 10 વર્ષ પછી આવેલા રાઘવ ચઢ્ઢએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી શરૂઆત કરીને ગુજરાત સુધીની રાજનીતિ કરી હતી. કાર્યક્રમના સમય અસ્તવ્યસ્ત થયા અને વારંવાર મીડિયાની પ્રેસ વાર્તાનું સ્થળ ફર્યું હતું. રાઘવ ચઢ્ઢા યુવાનો, કાર્યકર્તા અને જાહેર સભા સંબોધવાના છે. ભાવનગરથી ઓછું લાગ્યું અને તેઓ સૌરાષ્ટ્રને કબજે કરવા રણનીતિ (Strategy to capture Saurashtra) દર્શાવી દીધી છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સાથે આજ દિવસ સુધી પારકા (AAP Leader Attacked on the state government) જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

AAPના રાઘવ ચઢ્ઢાએ રાજ્ય સરકાર સામે કર્યા પ્રહારો અને પ્રજાને અપીલ કરી એક તકની
AAPના રાઘવ ચઢ્ઢાએ રાજ્ય સરકાર સામે કર્યા પ્રહારો અને પ્રજાને અપીલ કરી એક તકની

By

Published : Oct 15, 2022, 6:21 AM IST

ભાવનગરશહેરના આંગણે આપના રાઘવ ચઢ્ઢા મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ રાજ્ય સરકાર સામે પ્રહાર અને પ્રજાને એક તકની અપીલ કરી હતી. જોકે ભાવનગરમાં રાઘવ ચઢ્ઢા યુવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ જાહેર સભા પણ સંબોધવાના છે. ત્યારે કાર્યક્રમો અસ્તવ્યસ્ત બન્યા હતા. પત્રકારોને એકના બદલે બે કલાકે મળ્યા અને વારંવાર ત્રણ વખત સ્થળ ટૂંકા સમયમાં બદલાયા હતા.

અમારી સરકાર ના પસંદ આવે તો 5 વર્ષે ચૂંટણી આવે બદલી નાખજો. 35 વર્ષ ગુજરાતે કોંગ્રેસને 25 વર્ષ ભાજપને આપ્યા અમને એક 5 વર્ષ આપી જુઓ.

રાઘવ ચઢ્ઢાએ મીડિયાને ગોળ ગોળ ફેરવ્યું ભાવનગર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP of Aam Aadmi Party) રાઘવ ચઢ્ઢા ભાવનગર આવી પહોંચ્યા (Raghav Chadha visited Bhavnagar) હતા. ગઈકાલથી મીડિયાને સમય સ્થળ આપ્યા બાદ સવારમાં ફરી સ્થળ બદલવામાં આવ્યું હતું. જે બાદમાં ફરી 1 કલાકના નિશ્ચિત સમયે તત્કાળ સ્થળ બદલવામાં આવ્યું હતું. મીડિયા કર્મીઓમાં પણ રોષ (Anger among media workers in Bhavnagar) ફેલાઈ ગયો હતો. અંતે 1.15 કલાકના નિશ્ચિત સમય હોવા છતાં રાઘવ ચઢ્ઢા 2 કલાક બાદ પહોંચ્યા હતા.

જીતુ વાઘાણી અને મનસુખ માંડવીયા પર પ્રહારભાવનગર આવેલા AAPના રાઘવ ચઢ્ઢાએ પ્રથમ કૃષ્ણકુમારસિંહજીને નમન કરી શ્રદ્ધાંજલી આપી સહાનુભૂતિ મેળવી હતી. ભાવનગરે મોટા વિદ્વાન અને નેતાઓ આપ્યા છે, પરંતુ અફસોસ ભાવનગરને આજે 75 વર્ષે કાઈ મળ્યું નથી. આજે શિક્ષણ પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાન ભાવનગરે આપવા છતાં 25 વર્ષે શાળાઓ બદત્તર હાલતમાં છે. આરોગ્ય ક્ષેત્રે કહેવાતી હોસ્પિટલ બહારથી બિલ્ડીંગથી સુંદર છે પણ હોસ્પિટલમાં અંદર સ્ટ્રેચર નથી નર્સ નથી. વધુ સારવાર માટે અમદાવાદ સુધી ઇમર્જન્સીમાં જવું પડે છે. મોટા મંત્રીઓ પોતાના ઘર ભરીને બેસી ગયા છે.

ભાવનગર બાદ સૌરાષ્ટ્ર પ્રેમરાગ અને બજેટ મુદ્દો બન્યોભાવનગર આવેલા રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha philosophy) ભાવનગરથી ઓછું લાગ્યું અને તેઓ સૌરાષ્ટ્રને કબજે કરવા રણનીતિ દર્શાવી દીધી છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રસાથે આજ દિવસ સુધી પારકા જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ગુજરાતનું બજેટ 2.50 લાખ કરોડ છે. ત્યારે ભાવનગરને પૂછવા માંગુ છું. કાંઈ મળ્યું હોઈ તેવું લાગે છે? ક્યાં નેતાઓ પૈસા ખાઈ ગયા? ગુજરાત સરકાર કહે છે. વ્યક્તિ દીઠ 38 રૂપિયાનો ખર્ચ કરે છે. એટલે 38000 કરોડ થયા તેમાંથી શુ મળ્યું સૌરાષ્ટ્રને? પરિવર્તન માટે હું કહું છું કે કેજરીવાલને એક મોકો આપો. અમારી સરકાર ના પસંદ આવે તો 5 વર્ષે ચૂંટણી આવે બદલી નાખજો. 35 વર્ષ ગુજરાતે કોંગ્રેસને 25 વર્ષ ભાજપને આપ્યા અમને એક 5 વર્ષ આપી જુઓ.

ABOUT THE AUTHOR

...view details