- ભાવનગરમાં પતિએ કરી 19 વર્ષીય પત્નીની હત્યા
- રીસામણે બેઠેલી પત્નીની સસરાના ઘરમાં આવીને પતિએ હત્યા કરી
- ચાર્મી અને વિશાલે એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં
ભાવનગર: ભાવનગર શહેરની સરિતા સોસાયટીમાં રહેતી ચાર્મી નાવડીયા નામની યુવતીએ એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પતિ અને સાસુની રંજાડને પગલે રીસામણે પિયરમાં રહેતી ચાર્મીની તેના પતિ વિશાલ વાઘેલાએ અને અન્ય શખ્સે ( Murder ) હત્યા કરી છે. હત્યા બાદ પતિએ જાતે શરીર પર હથિયારથી ઇજાઓ કરી મરવાની કોશિશ કરી છે. આ મામલે પોલીસ પર પણ આક્ષેપ થઇ રહ્યાં છે, જોકે એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી ગુમ થયાં હતાં ત્યારે આ બંનેને શોધવાની અરજી બાદ પોલીસે શોધી આપ્યાં હતાં.
અગાઉ ગુમની ફરિયાદ બાદ ચાર્મી- વિશાલને શોધી પરિવારને આપ્યાં હતાં : ASP
ભાવનગર શહેરમાં આજે દિવાળી પર્વના દિવસે પ્રેમલગ્ન કરેલાં પતિપત્નીનો કરૂણ અંજામ આવ્યો છે. રિસામણે ગયેલી પત્નીને તેના પિતાના ઘરમાં જ તેના પતિ અને એક મિત્ર દ્વારા સાથે મળીને હત્યા ( Murder )કરવામાં આવી છે પતિએ પણ પોતાના શરીરના ભાગે હથિયાર વડે ઈજા પહોંચાડીને મરવાની કોશિશ કરી છે. યુવતી ચાર્મીનું મૃત્યુ થયું છે તો પતિ ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું છે મામલો
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હરિરામ બાગમાં રહેતાં વિશાલ ભુપતભાઇ વાઘેલાએ ચાર્મી નાવડિયા 19 વર્ષની સાથે એક વર્ષ પૂર્વ પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારબાદ પતિપત્ની વચ્ચે થતાં ઝઘડાને કારણે ચાર્મી નાવડીયા પોતાના પિતાના ઘરે રિસામણે આવી ગઈ હતી. ત્યારબાદ પતિની રંજાડ હોવાનો અને ત્રાસ હોવાની પરિણીતાના પિતા પ્રવીણભાઈ દ્વારા અને ચાર્મી દ્વારા પણ અરજીઓ કરવામાં આવી હતી. મૃતક ચાર્મીના કાકા છગનભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે વિશાલ અને તેના મિત્રો ઘરે આવીને ધમકીઓ આપતાં હતાં. જેના CCTV પણ અમે પોલીસને આપ્યાં હતાં અને અરજી કરી હતી. અરજીના આધારે પગલાં ભર્યા હોત તો આજે આ બનાવ ( Murder ) બન્યો ન હોત.