ગુજરાત

gujarat

ETV Bharat / city

ભગવો ધારણ કરી 85 વર્ષ સમાજસેવામાં દેશને માટે જીવન સમર્પિત કરનાર બન્યા એક પ્રેરણાસ્ત્રોત - Handicraft Art

ગુજરાતમાં સમાજસેવામાં ભાવનગરના માનભાઈ ભટ્ટ અને દેશની સંસ્કૃતિઓનું જતન કરનાર(Preserver of Cultures and Values) વીરાંગના પોતાનું જીવન સમર્પિત કરી ચુક્યા છે. અહીંયા વાત છે વીરાંગના અને ભારત દેશની નારીશક્તિ(Women power of India) એટલે કે માનભાઈ ભટ્ટના દીકરી ઈન્દિરાબહેન ભટ્ટ. જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખર્ચી લોકો માટે પ્રેરણા બન્યા છે. તેમના જીવનથી દેખીતું થયું છે કે દેશ માટે સંસ્કૃતિ અને તેના સંસ્કાર કેટલા ઉપયોગી એ જોઈએ આ અહેવાલમાં

ભગવો ધારણ કરી 85 વર્ષ સમાજસેવામાં દેશને માટે જીવન સમર્પિત કરનાર બન્યા એક પ્રેરણાસ્ત્રોત
ભગવો ધારણ કરી 85 વર્ષ સમાજસેવામાં દેશને માટે જીવન સમર્પિત કરનાર બન્યા એક પ્રેરણાસ્ત્રોત

By

Published : Aug 10, 2022, 10:58 PM IST

ભાવનગરગુજરાતમાં સમાજસેવામાં ભાવનગરના માનભાઈ ભટ્ટ સહિત અને વિભૂતિઓ પોતાનું જીવન સમર્પિત કરી ચુક્યા છે. ત્યારે એક મહિલા તરીકે કોઈએ જીવન સમર્પિત કર્યું હોય તેવા માનભાઈ ભટ્ટના દીકરી ઈન્દિરાબહેન ભટ્ટ આજે અનેક લોકોની પ્રેરણા(Nari Shakti) બન્યા છે. જાણો તેમની જીવન સફર અને જીવનમાં ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર કેટલા ઉપયોગી(Preserver of Cultures and Values) છે.

ભગવો ધારણ કરી 85 વર્ષ સમાજસેવામાં દેશને માટે જીવન સમર્પિત કરનાર બન્યા એક પ્રેરણાસ્ત્રોત

જિંદગી કુવારા રહીને ભગવો ધારણ કરીને અર્પણ કરી દીધીભાવનગરના આંગણે એક દીકરીનો જન્મ 1938માં થયો હતો. તેમના પિતાએ સમાજના ઘડતર માટે શિક્ષણ ક્ષેત્રે શિશુઓના વિહાર માટે એક સંસ્થાનું નિર્માણ 1939માં કર્યું હતું. શિશુવિહારના માનભાઈ ભટ્ટના દીકરી ઇન્દિરાબહેન ભટ્ટની આ વાત છે. દેશના ઘડતરમાં પોતાની આખી જિંદગી કુવારા રહીને ભગવો ધારણ કરીને અર્પણ કરી દીધી. આજે પણ તેઓ 85 વર્ષે દેશના ઘડતર માટે સમાજને કહે છે કે લોકોને ગમે કે ના ગમે હું તો ધ્યાન દોરીશ. જાણીએ ઈન્દિરાબહેનની તેમની નારી શક્તિને.

માનભાઈ ભટ્ટ ના દીકરી ઈન્દિરાબેન ભટ્ટ આજે અનેક લોકોની પ્રેરણા બન્યા છે

આ પણ વાંચોનારી શક્તિ મહિલાનું દેશી ભાણું ખાઈને તમે ફાસ્ટ ફૂડને પણ ભૂલી જશો

ઈન્દિરાબહેન ભટ્ટની જીવન સફર અને શિક્ષણ સાથે દેશ ભાવનાભાવનગરના શિશુવિહાર સર્કલથી આગળ આવેલા શિશુવિહાર સંસ્થાના સ્થાપક સ્વ માનભાઈ ભટ્ટને કુલને 8 સંતાનો હતા. ઈન્દિરાબહેન ભટ્ટ સૌથી નાના અને 1938માં તેમનો જન્મ થયો હતો. ઈન્દિરાબહેન ભટ્ટના જન્મ બાદ બાળકોના ઘડતર માટે(For good formation of children ) સરકારની કોઈ ગ્રાન્ટ વગર શિશુવિહારની સ્થાપના થઇ. નાનપણ અને યુવાની પણ શિશુવિહારમાં ગઈ હતી. પોતાના પિતાને ભાઈ કહીને બોલાવતા ઈન્દિરાબહેન માનભાઈ ભટ્ટના સિદ્ધાંતો અને બાળકોની કેળવણીથી પ્રભાવિત હતા.

સમાજ સેવા એટલે દેશની સેવાનો મોકો આ મોકો તેમણેે ઝડપી લીધો હતો. લગ્ન નહી કરવાનું નક્કી કર્યું અને સમાજ સેવામાં સંપૂર્ણ જીવન વિતાવવાનો સંકલ્પ લીધો હતો. M.A અને B.ed, M.ed સુધી શિક્ષણ મેળવ્યું હતું. શહેરની પ્રણવ બક્ષી શાળામાં આચાર્યની નોકરી મૂકી શિશુવિહારમાં જીવનભર સેવાનો સંકલ્પ લીધો હતો. ભગવો ધારણ કરીને આજે પણ તેઓ માનભાઈ ભટ્ટના સિદ્ધાંતોને અનુસરીને અનેક ગરીબ બહેનોની સેવા કરી સાચી દેશભક્તિ કરી રહ્યા છે.

ઈન્દિરાબહેનના કારણે આજે મને લોકો માનભેર ઈજ્જતથી બોલાવે છેશિશુવિહારમાં 85 વર્ષે ચાલતા અને ફરતા તેમજ લોકોને ટોકતાને શીખવતા ઈન્દિરાબહેન ભટ્ટ કેટલીક પછાત વર્ગની મહિલાઓ માટે માતા સમાન છે. શિશુવિહારના બાલમંદિરમાં ફરજ બજાવતા ઉષાબહેન રાઠોડ કહે છે કે મારી આખી જિંદગી ઈન્દિરાબહેનના કારણે બદલાઈ છે. હું જે સમાજમાંથી આવું છે તે સમાજનો હોય તો એમ કે આ આડોડીયા છે રહેવા દો આવવા ન દે ત્યારે ઈન્દિરાબહેને મારો હાથ પકડ્યો અને એટલું જીવન જીવતા શીખવ્યું કે આજે 40 વર્ષમાં મારી જિંદગી બદલાઈ ગઈ છે. લોકો માનભેર બોલાવે છે. કેમ જિંદગી જીવવી તેમજ સમાજમાં સેવા કરવી અને સાચા રસ્તે ચાલવું આ બધું ઈન્દિરાબહેને શીખવ્યું છે.

આધુનિક યુગમાં ઈન્દિરાબહેનની નારી વંદના યુવાન મહિલાનીશિશુવિહારમાં આવતા ઈન્દિરાબહેન પાસે બાલમંદિરના શિક્ષિકા અંકિતાબહેન ભટ્ટે સંસ્કાર, સંસ્કૃતિ સાથે બાળકોનું ઘડતર કેમ કરવું તેનું જ્ઞાન મેળવીને 7 વર્ષથી શિક્ષિકા બનીને ઈન્દિરાબહેન જેમ સમાજ સેવામાં લાગી ગયા છે. અંકિતાબહેનનું કહેવું છે કે, ઈન્દિરાબહેન 75 વર્ષે બાલમંદિરમાં નિવૃત્તિ છતાં આવે છે. બાળકોને નખ કાપવા, બટન બંધ કરવા અને હાથ ધોવા તેમજ વેશભૂષામાં ભારતની સંસ્કૃતિ(Preserve of Cultures and Values) છળકે તેવી કૃતિઓ શિખાવી તેનું માર્ગદર્શન આપે છે. ઈન્દિરાબહેનની સશક્તતા જોઈને અમે પણ તેમના જીવનની રીત અનુસરીએ છીએ.

ઈન્દિરાબહેનનો હસ્ત ઉદ્યોગ અને શિક્ષણ સેવા સમાજમાં ઈન્દિરાબહેન નાનપણથી પિતા પાસેથી શિશુવિહરમાં સ્વાવલંબન,કરકસર અને મહેનત કરવાનું શીખ્યા છે. ઘરનો તૂટેલો ફુટેલો સામાન કે કપડાના નકામા કટકાઓ પોતે સ્વીકારે છે. તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. હસ્ત ઉદ્યોગ કળા(Handicraft Art) તેમને અનેક બહેનોને શીખવી છે.

હસ્ત ઉદ્યોગ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા અને સિલાઈ કામ શીખવે છેઆજે 85 વર્ષે પણ 10થી 15 બહેનોને હસ્ત ઉદ્યોગ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા અને સિલાઈ કામ શીખવે છે. તેમાંથી બહેનો થેલા, બટવા, પિલો કવર અને ચાદર સહિત અનેક ચીજો બનાવવી અને બાદમાં તેનું વેચાણ કરાવી આર્થિક પગભર બનાવે છે. શિક્ષણમાં જે બાળક આર્થિક સંકડામણમાં ભણી ન શકતું હોય તો તેની મદદ કરે છે. હાલમાં તેવો નાતજાતના સીમાડા જોયા વગર મુસ્લિમ યુવતીને પોતાની ક્ષમતા મુજબ મદદ કરી તેની ફી ભરી, સાયકલ અપાવી અને સિલાઈ શીખવી છે. સિલાઈના પૈસા યુવતી ઇન્દિરાબેનને આપી રાખે છે અને જરૂર હોય લઈ જાય છે.

આ પણ વાંચોઆ મર્દાની સામે બધા પુષ્પારાજ થઈ જાય છે ફેલ

ફેશન સામે ગમે કે ના ગમે હું તો ધ્યાન દોરી કેમ કહ્યું ઈન્દિરાબહેન ભટ્ટ પોતાના પિતા પાસેથી સંસ્કાર અને સંસ્કૃતિની કેળવણી મેળવી છે. ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર એટલે સન્માન આપવું, નાના મોટા વચ્ચેના સંવાદ જાળવવા તેમજ વ્યવહારિક અને સામાજિક રીતે આપણી મર્યાદાઓ જાળવવી વગેરેનો સમાવેશ થાય છે. આજની ફેશન સામે ઈન્દિરાબહેન જરૂર કહે છે કે ગમે કે ન ગમે હું એક વખત ધ્યાન દોરી કે ટૂંકા કપડાંના પહેરો કારણ કે આપણી સંસ્કૃતિ આ નથી શીખવતી. બાળકોના ઘડતરમાં ઘરની મહિલાઓએ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓએ સ્વચ્છંદતામાં સ્વતંત્ર ભારતમાં બાળકોનું ઘડતર અને સમાજસ્વાવ ક્યાંક ન વિસરાઈ જાય તેનું મહિલાઓએ ધ્યાન રાખવું પડશે. મહિલાઓએ જરૂર પગભર થવું જોઈએ તે પણ તેમને કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details