ભાવનગરઃ ભાવનગરના આરટીઓ સર્કલથી નારી ચોકડીના રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. પણ ઘણા સમયથી થોભી ગયેલો અકસ્માતનો સિલસિલો પુનઃ શરૂ થયો હોય તેમ સર્કલમાં જ ફરી અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક સર્કલમાં વણાંક લઈ રહ્યો હતો તે દરમિયાન મહિલા રસ્તો ઓળંગવા જતા હડફેટે આવતા ઘટના સ્થળેજ મહિલાનું મોત થયું હતું.
ભાવગનર આરટીઓ સર્કલ પાસે બસની હડફેટે આવતાં મહિલાનું ઘટના સ્થળે મોત - અકસ્માત
ભાવનગરના આરટીઓ સર્કલથી નારી ચોકડીના રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. પણ ઘણા સમયથી થોભી ગયેલો અકસ્માતનો સિલસિલો પુનઃ શરૂ થયો હોય તેમ સર્કલમાં જ ફરી અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક સર્કલમાં વણાંક લઈ રહ્યો હતો તે દરમિયાન મહિલા રસ્તો ઓળંગવા જતા હડફેટે આવતા ઘટના સ્થળેજ મહિલાનું મોત થયું હતું.
xa
આજે સર્કલમાં પાસે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે. ચિત્રાના બજરંગ બાલક સોસાયટીમાં રહેતા 57 વર્ષીય બાનુબેન કેશાભાઈ મારું હીરા કામે જતા હતા તે દરમિયાન સર્કલ પાસે બસ ચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં મહિલા ઘસડાઈને ફંગોળાઈ જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ પોલીસ તુરંત દોડી આવી હતી.