- IPCC ના રિપોર્ટ મુજબ ભાવનગર દરિયામાં સમાઈ જશે 2021ના અંત સુધી
- ગ્લોબલ વોર્મિંગના પગલે બરફ ઓગળ્યા બાદ સમુદ્રનું સ્તર વધવાથી સંકટ
- ભાવનગરનું નામ રિપોર્ટમાં હોવાથી ભૌગોલિક સ્થિતિ વિશે ETV BHARAT નો રિપોર્ટ
ભાવનગર : નાસા દ્વારા આવેલા IPCC રિપોર્ટ બાદ ભાવનગરની ભૌગોલિક અને દરિયાઈ સ્થિતિ શું છે, તેની ઝીણવટભરી તપાસ કરતાં ચિત્ર કાંઈક અલગ રીતે સામે આવી રહ્યું છે, ETV BHARAT એ સ્થાનિક વૈજ્ઞાનિક અને ઇતિહાસકારો પાસેથી તાલ મેળવવાની કોશિશ કરી અને IPCCના રિપોર્ટ મુજબ શું દરિયો ખરેખર ભાવનગરમાં 2.70 ફૂટ ઘુસી જશે ? આ બાબતે ચાલો જાણીએ ભૌગલીક સ્થિતિ અને ઇતિહાસ શું છે.
IPCC શું છે અને તેનો કર્યા રિપોર્ટે કહ્યું ભાવનગર ડૂબશે
ભાવનગર, કંડલા અને ઓખા ગુજરાતના આ ત્રણ શહેરોના સમુદ્રી તટમાં આગામી સમયમાં પાણીનો વધારો થશે તેવો રિપોર્ટ વિશ્વના બધા દેશોના વૈજ્ઞાનિકોની બનેલી IPCC કમિટી ( Intro Goverment Pannel For Climate Chanage)એ બહાર પડ્યો છે. જેમાં વિશ્વના 250 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે અને 10 વર્ષે પૃથ્વી પરના તાપમાન વિશે આ કમિટી એક રિપોર્ટ જાહેર કરતી હોય છે. 7 ઓગસ્ટના રોજ IPCCએ રજૂ કરેલો AR-6 રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સમુદ્રોની સપાટીમાં 6 ફૂટ જેવો વધારો થશે. જેથી ભાવનગર પણ ડૂબશે અને શહેરમાં 2.70 ફૂટ પાણી ઘુસી જશે. 1850માં પૃથ્વીનું તાપમાન 15 ડીગ્રી હતું, આ બાદ તેમાં 1.5 ટકાનો વધારો થતા 0.1 થી 3 મીટર પાણીનો વધારો સમુદ્રમાં થશે, કારણ કે ગરમીના પગલે એન્ટાર્ટિકા સહિતના પહાડોના બરફ ઓગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે 2050 સુધીમાં પ્રદુષણ નિયંત્રણ નહિ થાય અને તાપમાનમાં ઘટાડો નહિ થાય, પૃથ્વીનું તાપમાન 2021માં 1.5 ડીગ્રી વધ્યું છે, તે આગામી 30 વર્ષમાં 5 ડિગ્રીએ પહોંચી શકે છે.