ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં દોરી પર રંગ ચડાવવાની અનોખી રીત - દોરી પર રંગ ચડાવવાની રીત

ભાવનગર સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની દોરી પર રંગ ચડાવવામાં અગ્રેસર છે. દોરી પર માંજો ચડાવવા માટે ખાસ શહેરના પ્રસિદ્ધ માંજાવાળાને ત્યાં લાઈનો લાગે છે. ભાવનગરમા ઢીલ દે રે દે ભૈયા પદ્ધતિ નથી પણ પતંગ કાપવા માટે ખેંચવાની પદ્ધતિ અમલમાં છે. જે માટે દોરી પર માંજો પણ એવો ચડાવવામાં આવે છે.

માંજાવાળા
માંજાવાળા

By

Published : Jan 13, 2021, 7:30 PM IST

Updated : Jan 13, 2021, 8:42 PM IST

  • ભાવનગરમાં દોરી પર રંગ ચડાવવાની અનોખી સ્ટાઇલ
  • ભાવનગરમાં પતંગ રસિયાઓની મોટી સંખ્યા છે
  • ભાવનગરમાં દોરીને માંજો ચડાવવા લાંબી લાઈનો જોવા મળી
    ભાવનગરમાં દોરી પર રંગ ચડાવવાની અનોખી રીત

ભાવનગર : અમદાવાદ બાદ ભાવનગર એવું શહેર છે કે, જ્યાં પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, સમગ્ર ગુજરાતમાં પતંગની દોરીને રંગવાળો માંજો ચડાવવાની એક ખાસિયત છે. આ સાથે શહેરીજનોને એક ખાસ રંગ છે. જે દોરીની હંમેશા માગ રહેતી હોય છે અને આ વર્ષે પણ તેવું જ કાંઈક છે જોઈએ ભાવનગરીઓના શોખ ઉત્તરાયણ નિમિતે...

ભાવનગર દોરીમાં રંગીન માંજો ચડાવવા કેમ અગ્રેસર

ભાવનગરમાં ઉત્તરાયણ એક જ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ એક દિવસ માટે પતંગ ઉડાડવા અને બીજાના પતંગ કાપવાનો આગ્રહ વધુ હોય છે. ત્યારે ભાવનગરમાં માંજો બનાવડાવો અને સ્પેશિયલ માંજો બનાવી દોરીને ચડાવવાની અલગ ખાસિયત છે. વિવિધ રંગમાં દોરીને માંજો ચડાવવામાં આવતો હોય છે, પરંતુ ભાવનગરમાં દોરીને માંજો ચડાવવા લાંબી કતાર રહે છે.

દોરીમાં માંજો ચડાવવામાં ભાવનગર એગ્રેસર કેમ

ભાવનગરમાં બે માંજાવાળા ખૂબ પ્રસિદ્ધ છે. ગત 50 વર્ષથી માંજો બનાવીને સારામાં સારી દોરી પીવડાવવામાં ઓળખાય છે. હુસૈનભાઈ માંજાવાળા અને જે. બી. માંજાવાળા ભાવનગરના પ્રસિદ્ધ છે. ભાવનગરની દોરી પર માંજો બનાવવા માટે ખાસ કળા છે. માંજામાં સોડા બોટલનો કાચ જાતે ખાંડવામાં આવે છે અને તેને પાવડર બનાવીને માંજામાં નાખવામાં આવે છે. કાચ એકદમ પાવડર બને તેનું ધ્યાન રાખવામાં આવે નહીંતર માંજો સારો બનતો નથી અને ઉત્તરાયણમાં પતંગ ઉડાડતા રસિયાઓ નારાજ થઈ જતા હોય છે. જેથી આ બે દોરી પર માંજો ચડાવતા વેપારીઓ પ્રસિદ્ધ છે.

દોરીને કલર ચડાવવા અલગ કલરની માગ અને કેવી દોરીની માગ

દોરીને કલર ચડાવવા અલગ કલરની માગ અને કેવી દોરીની માગ

ભાવનગરમાં ઉત્તરાયણમાં ઉલટી ગંગા હોઈ છે. એટલે કે ઢીલ દે દે રે ભૈયા ઢીલ દે તેવું નથી. ઉત્તરાયણમાં પતંગમાં બાંધેલી દોરી રસિયાઓ લિચ્છી રખાવે છે. જેમાં કાચ ખૂબ ઓછો હોઈ છે. લિચ્છી દોરી હોવાના કારણે પતંગ રસિયાઓ પહેલા ખૂબ ઢીલ આપે છે અને પતંગ ઢીલથી નહીં પણ ખેંચીને પતંગ કાપે છે. એટલે ઉડતા પતંગના નીચેથી પતંગ ખેંચવા વાળા ખેંચે છે અને સામે વાળાનો પતંગ કાપે છે. એટલે ભાવનગરમાં લિચ્છી દોરી પાવાની પરંપરા છે. જેનાથી હાથમાં દોરીથી ઇજા થવાની પણ શકાયતાઓ નહિવત બની જાય છે.

ભાવનગરમાં દોરી પર રંગ ચડાવવાની અનોખી રીત
Last Updated : Jan 13, 2021, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details